અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈદિક હોળીની પહેલ
Views: 115
0 0

Read Time:3 Minute, 35 Second

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતાં હોળીકા દહનનાં પર્વને વૈદિક હોળીનાં કોન્સેપ્ટ તરીકે વધુને વધુ પ્રોત્સાહન આપવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોળીકા દહનથી થતાં કાર્બન ડાયોક્સાઇડનાં પ્રમાણને ઘટાડવા માટે ગાયનાં છાણમાંથી બનતી સ્ટીક અને છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ/કાર્બન ઉત્સર્જન ઘટાડી પર્યાવરણનું જતન કરી વાતાવરણની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે.

વાતાવરણને શુદ્ધ રાખવા AMCની અનોખી પહેલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈદિક હોળીની પહેલ
અમદાવાદીઓને વૈદિક હોળી તરફ વાળવા AMCનો ખાસ પ્લાન
હોળીકા દહનમાં હવે લાકડાં નહીં ગાયના છાણનો ઉપયોગ, પર્યાવરણ સુરક્ષા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પહેલ
શુભ આશયની શરૂઆત વર્ષ 2024માં કરવામાં આવી હતી
હોળી પર્વ પહેલા અંદાજે એક-બે દિવસ પૂર્વે ડિલિવરી કરવામાં આવશે
ગાયના છાણમાંથી બનેલી કુલ 4800 કિ.ગ્રા જેટલી સ્ટીક ઉપલબ્ધ કરાવવામાં આવી
ગાયના છાણનો ઉપયોગ કરી વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે
છાણમાંથી બનાવાતા કુંડા વગેરે નર્સરીમાં માટે પણ ઉપયોગ કરવામાં આવે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરેલી વૈદિક હોળીની આ પહેલ દ્વારા નાગરિકો હોળીની વૈદિક પદ્ધતિથી ઉજવણી કરીને વાતાવરણને શુદ્ધ રાખી શકે છે. આ શુભ આશયની શરૂઆત વર્ષ 2024માં કરવામાં આવી હતી. ત્યારબાદ તેને 2025માં પણ સતત ચાલુ રાખવામાં આવી હતી. જે અન્વયે શહેરનાં વિવિધ ઝોનમાં અનુક્રમે 11 અને 42 જેટલા સ્થળો પર હોળીનાં પર્વને વૈદિક રીતે ઉજવવામાં આવ્યો હતો.

https://www.instagram.com/reel/DU7fgHMkyaJ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2026માં વૈદિક હોળીની ઉજવણી શહેરનાં 7 ઝોનમાં અંદાજે 101 જેટલાં વિવિધ સ્થળો પર ઉજવવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના સાતેય ઝોનમાં ઝોનદીઠ સ્વચ્છતામાં બેસ્ટ સોસાયટીનો એવોર્ડ પ્રાપ્ત કરેલ આદર્શ સોસાયટી તથા ઝોનના બે મોટા ધાર્મિક/મોટા સંસ્થાનો/સ્થળો પર વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવશે.

CNCD વિભાગના કૃપા મંદિર દ્વારા ગાયના છાણમાંથી બનેલા છાણા તથા સ્ટીકના બોક્સ તૈયાર કરી 2500/-ના ટોકનને ગૌ-સેવા ઓનલાઈન દાનની રસીદ સાથે સંબંધિત સોસાયટી/ચાલી/સ્થળના જવાબદાર વ્યક્તિની જરૂરી વિગતો મેળવી હોળી પર્વ પહેલા અંદાજે એક-બે દિવસ પૂર્વે ડિલિવરી કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!