શહેરમાં હવા પ્રદુષણ વધી રહ્યું છે અને જાહેર રોડ ઉપર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા હોય છે. જેના કારણે ગંદકી ફેલાય છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના નારણપુરા, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાંથી જાહેર રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખનાર ચાર જેટલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.
શહેરમાં વધતાં અકસ્માતોને ધ્યાનમાં રાખી રાહદારીઓના અકસ્માતમાં મૃત્યુ વધારે થાય છે એવા સ્થળોનો સર્વે કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનર દ્વારા રીવ્યુ બેઠકમાં અધિકારીઓને આપવામાં આવી હતી. વધતા જતા હવા પ્રદુષણને રોકવા માટે ગુડ કન્સ્ટ્રક્શન પોલિસીનો અમલ કરાવવા માટે કહ્યું હતું. જેની સાથે ડિમોલિશન માટેની ચોક્કસ પોલિસીનો અભાવ છે. જ્યાં બાંધકામ તોડવામાં આવતું હોય ત્યાં પણ ગ્રીન નેટ તેમજ સેન્સર લગાવવા સહિતની બાબતોમાં પણ ચોક્કસ નીતિ તૈયાર કરવા સુચના આપવામાં આવી છે.
સીએનડી પ્લોટ પર સીસીટીવી કેમ માત્ર 4 જ કેમેરા લાગ્યા છે તે બાબતે પણ અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું. હેરિટેજ અને ટુરીઝમને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભદ્ર વિસ્તારના લાઈટ સાઉન્ડ બાબતે ચર્ચા થઈ હતી તેમજ 12 દરવાજાને હેરીટેજ ગેટઅપ આપવામાં આવશે. સ્માર્ટ ટોઇલેટના નડતરરૂપ પ્રશ્નો દૂર કરો, સી ટોઇલેટ (મહિલાઓ માટે) ટોઇલેટ બનાવવા પણ સુચના આપી હતી.