અમૃતસર: વરરાજાએ બેગમાંથી બંડલો કાઢીને દુલ્હન પર કરોડોની નોટો ઉડાવી, VIDEO વાઇરલ
Views: 146
1 0

Read Time:2 Minute, 23 Second

તરનતારન જિલ્લાના પટ્ટી વિસ્તારમાં એક NRIના લગ્ન પંજાબમાં ચર્ચાનો વિષય બન્યા. લગ્ન સમારોહના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે વરરાજા પોતાની દુલ્હન પર નોટોનો વરસાદ કરી રહ્યો છે. આ દરમિયાન સંબંધીઓ ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે.

કેટલાક લોકો આ દ્રશ્યનો આનંદ માણીને ડાન્સ કરી રહ્યા છે અને તેઓ પણ નોટો ઉડાવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વરરાજા બેગ ભરીને નોટો લાવ્યો હતો, જેણે નોટોની ગડ્ડીઓ ખોલી-ખોલીને લુટાવી. આ દરમિયાન તેણે 8 થી 9 કરોડ રૂપિયા ઉડાવી દીધા.

જોકે, લગ્નમાં ડીજે વગાડવા પહોંચેલા યુવકે આ દાવાઓને ખોટા ગણાવ્યા. તેણે કહ્યું- નોટોમાં 10-10ની નોટો વધુ હતી, તેથી રૂપિયાની સંખ્યા વધુ લાગી રહી છે. અમારી આટલી કમાણી થઈ નથી. ડોલર સહિત લગભગ 3 લાખ રૂપિયા અમારા હાથ લાગ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ લગ્નની આ ઘટનાને ઉજવણીનો અનોખો અંદાજ અને કેટલાક તેને ખોટા ખર્ચા ગણાવી રહ્યા છે.

લગ્ન સમારોહમાંથી આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે દુલ્હન વચ્ચે ઉભી છે. તેની પાસે જ વરરાજા ઉભો છે અને તેની પાસે એક બેગ છે. તેમાંથી તે નોટોની ગડ્ડી કાઢે છે. તેને ખોલે છે અને દુલ્હન ઉપર ઉછાળી દે છે.

નજીકમાં જ સગાં-સંબંધીઓ અને પરિવારજનો ઘેરો બનાવીને ઊભા છે. ડીજે વાગી રહ્યું છે, જેના તાલે કેટલાક લોકો નાચી પણ રહ્યા છે. નજીકમાં ઊભેલા મોટાભાગના લોકો નોટોના આ વરસાદને પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત છે. જમીન પર નોટોનો ઢગલો થયો છે અને કેટલાક લોકો તે નોટો વીણીને લઈ જઈ રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!