અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં 43,890 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું
Views: 128
1 0

Read Time:6 Minute, 20 Second

જીમ-ઝકુજી સાથે અમદાવાદનું સૌથી મોટુ ફૂટબોલ ગ્રાઉન્ડ
હરિયાળો રનિંગ ટ્રેક સાથે 43,890 સ્કવેર મીટર જગ્યામાં ત્રણ શાનદાર ફ્લોર
સ્વિમિંગ પૂલ સહિતની આંખો આંજી દેતી સુવિધાઓ
ફૂટબોલ ગ્રાઉન્ડની ચારેય બાજુ 400 મીટરનો ગ્રાસી રનીંગ ટ્રેક બનાવ્યો
કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઈન્ડોર સુવિધાઓ
લાઈબ્રેરી અને કેફેટેરીયામાં કુલ 120 બાળકો બેસી શકે એવી વ્યવસ્થા
સ્વિમિંગ જોવા માટે ફર્સ્ટ ફ્લોર પર 100 માણસોની બેઠક વ્યવસ્થા
થર્ડ ફ્લોર પર કૂલ 176 માણસોની બેઠક વ્યવસ્થા

અમદાવાદ શહેર આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રમતવીરો પ્રેક્ટિસ કરી શકે તેના માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ એસ.પી. રિંગ રોડ પર 43,890 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.

58 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, લાયબ્રેરી, જીમ કાફેટેરિયા જેવી સુવિધાઓ છે. અમદાવાદનું સૌપ્રથમ મોટું ફૂટબોલ ગ્રાઉન્ડ પણ વસ્ત્રાલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 105 મીટર X 68 મીટરનું ગ્રાસી ફૂટબોલ મેદાન બનાવવામાં આવ્યું છે, જેમાં બે નંગ ફિક્સ બોલ તથા બે નંગ મુવેબલ પોલની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ફૂટબોલ ગ્રાઉન્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ સાથે પાણી છાંટવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફૂટબોલ ગ્રાઉન્ડની ચારેય બાજુ 400 મીટરનો ગ્રાસી રનીંગ ટ્રેક બનાવવામાં આવ્યું છે તથા ચોમાસાના પાણીનો નિકાલ કરવા માટે સ્ટોર્મ વોટર લાઈન પણ નાખવામાં આવી છે તથા બાજુમાં સિન્થેટીક લોંગ જમ્પ ટ્રેક બનાવવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઈન્ડોર સુવિધાઓ આપવામાં આવી છે. તેના વિશે વાત કરવામાં આવે તો 400 મીટર ગ્રાસી એથ્લેટીક ટ્રેક, ગ્રાસી ફુટબોલ ગ્રાઉન્ડ, 4 આઉટડોર ટેનિસ કોર્ટ, લોન્ગ જમ્પ, ટ્રીપલ જમ્પ તેમજ પાર્કિંગ એરીયા જેવી આઉટડોર સુવિધાઓનો લાભ નાગરિકો લઈ શકશે.

લાયબ્રેરી બિલ્ડીંગ અને ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમ કુલ બે બિલ્ડીંગનો સમાવેશ થાય છે. લાયબ્રેરી બિલ્ડીંગ અને કેફેટેરીયામાં કુલ 120 બાળકો બેસી એવી સેન્ટ્રલ એ.સી. સિસ્ટમ સાથેની વ્યવસ્થા સાથે બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટ બનાવ્યું છે. જેમાં આશરે 91 ટુ-વ્હીલર અને 40 ફોર વ્હીલર પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર એક ઈન્ડોર ટેબલ ટેનિસ રૂમ કે જેમાં કુલ 6 ટેનિસની રમત કરાવી શકાય એવો એક હોલ બનાવેલો છે. આ સિવાય એક સ્વિમિંગ પુલ ફીલ્ટ્રેશન પ્લાન્ટ સાથે બનાવેલો છે. જેના ઉપયોગ માટે કોચ રૂમ, ચેન્જીંગ રૂમ અને ટોઈલેટ બ્લોક બનાવેલા છે. સ્વિમિંગ જોવા માટે ફર્સ્ટ ફ્લોર પર કુલ 100 માણસોની બેઠક વ્યવસ્થા બનાવેલી છે.

બે માળના કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર પર જીમ્નેશિયમની વ્યવસ્થા સ્ટીમ, સોના અને જકુઝી સાથે કરવામાં આવી છે. મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ હોલમાં યોગા, માર્શલ આર્ટ્સ, જુડો, કરાટે, એરોબીક્સ, બોક્સીંગ, ફ્લોર એકસરસાઈઝની વ્યવસ્થા ટોઈલેટ બ્લોક સાથે કરેલી છે. સેકન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોર્ટના હોલમાં બેડમિન્ટન, વોલી બોલ, બાસ્કેટબોલ જેવી રમતોનો સમાવેશ થઈ શકે તે પ્રમાણે બનાવવામાં આવ્યો છે.

રમતોને જોવા માટે થર્ડ ફ્લોર પર કૂલ 176 માણસોની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!