અમદાવાદના મકરબા વિસ્તારમાં ગત(30 જાન્યુઆરી) મોડી રાત્રે એક પુત્રએ માતાની હત્યા કરી છે
Views: 136
0 0

Read Time:1 Minute, 27 Second

સંપતિના વિવાદમાં પુત્રએ માતાને માથે લાકડાના દંડા વડે ફટકા મારીને હત્યા કરી છે. બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે પુત્ર સામે ગુનો નોધી ધરપકડ કરી છે.

મકરબા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવીપૂજક ઘરે હાજર હતા ત્યારે તેમનો દીકરો અજય આવ્યો હતો. માતા-પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ ચાલતો હતો જેથી અજયે ઘરના બદલામાં પૈસા માંગ્યા હતા.

જોકે કપિલાબેને પૈસા આપવાની ના પાડી હતી જેથી અજય ઉશ્કેરાયો હતો. અજયે કપિલાબેન સાથે ઉગ્ર રીતે વાત કરી હતી જે બાદ કપિલાબેનને બાજુમાં પડેલા દંડા વડે માથામાં ફટકા માર્યા હતા.

કપિલાબેનને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કપિલાબેનનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે સ્થળ પરથી હત્યા કરનાર અજયની ધરપકડ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!