ગુજરાત રાજ્યમાં નવા વર્ષના આ સૌથી મોટા બંદોબસ્તનો અભ્યાસ કરવા માટે યુ. પી., પંજાબ, દક્ષિણ ભારત, ઉત્તર ભારત, હરિયાણા સહિતના રાજ્યોમાંથી ૨૫થી વધુ આઈ.પી.એસ. તેમજ સમકક્ષ કક્ષાના પોલીસ અધિકારીઓ કેવડિયા કોલોની (એકતા નગર) ખાતે આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૩૦મી ઓક્ટોબરે સાંજે દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા આવશે. વડોદરા એરપોર્ટ પર એરક્રાફ્ટ ચેન્જ કરીને હેલિકોપ્ટરમાં એકતા નગર ખાતે જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૦મી ઓક્ટોબરે દિલ્હીથી હવાઈ માર્ગે હરણી એરપોર્ટ પર આવશે. જે બાદ મોદીને ભારતીય વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટરમાં કેવડિયા લઈ જવાશે. જોકે, છેલ્લાં વડોદરામાં બે દિવસથી હવામાનમાં પલટો જોવા મળ્યો છે. આ પરિસ્થિત તા.૩૦મીએ સર્જાય અને ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ઊડાણ ન ભરી શકે તો મોદીની હવાઈ યાત્રા રદ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં વડોદરા અને નર્મદા જિલ્લામાં વડાપ્રધાન મોદીના VVIP કોન્વોયની બાય રોડ મુવમેન્ટ માટે વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં વહીવટી તંત્ર સાથે સુરક્ષા એજન્સીઓ એરપોર્ટથી કપુરાઈ ચોકડીથી વાયા ડભોઈ થઈને કેવડિયા સુધીના ૮૭ કિ.મી.ના રૂટ પર જડબેસલાક સુરક્ષા કરવામાં આવશે.
તા. ૩૧મી ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાનારી ખાસ પરેડમાં ઉપસ્થિત રહેશે. એકતા નગર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યુહાત્મક પ્લાન ઘડવામાં આવ્યો છે. જવાબદારી વિવિધ રાજયોમાંથી ડી.જી.પી. કક્ષાના અધિકારીઓને વિવિધ પાસાઓની સોંપાઈ છે. મોદીના આગમન પૂર્વે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના નેતૃત્વમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વડોદરા તાલુકા તેમજ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીથી વડાપ્રધાન મોદી હવાઈમાર્ગે હરણી એરપોર્ટ પર તા. ૩૦મીએ આવશે. જે બાદ વાયુસેનાના હેલિકોપ્ટરમાં વડોદરાથી કેવડિયા જશે. ખરાબ હવામાનને કારણે હવાઈ યાત્રા રદ થાય તો મોદી માટે બાય રોડ કેવડિયા લઈ જવા બે જિલ્લામાં વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.
બીજી તરફ, કેવડિયા પ્રવાસ માટે વડાપ્રધાન મોદીનો મોટર કાફલો પણ બાય રોડ કેવડિયા જશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ ૨૦૧૭માં ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન મોદીનું કેવડિયા જતા હેલિકોપ્ટરનું ડભોઈના હેલિપેડ ખાતે ઈર્મજન્સી લેન્ડિંગ થયું હતું. જે બાદ છેલ્લી ઘઢીએ મોદીને બાય રોડ ડભોઈથી કેવડિયા લઈ જવાયા હતાં. તે ક્ષણે સુરક્ષા કર્મચારીઓમાં ભારે દોડધામ થઈ હતી.