PM મોદી માત્ર ઉજવણીમાં જ નહીં, પરંતુ ગુજરાતને અનેક મહત્ત્વના વિકાસ કાર્યોની ભેટ પણ આપશે. જેમાં સૌથી મુખ્ય છે રાજવી પરિવારોની યાદમાં મ્યુઝિયમનું ખાતમુહૂર્ત. આ મ્યુઝિયમ રૂપિયા 267 કરોડના જંગી ખર્ચે બનાવવામાં આવશે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર વિસ્તારમાં 16 જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાઓના લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્ય જે કામો જે છે તેની વાત કરીએ તો એકતા દ્વારથી નર્મદા માતાની મૂર્તિ સુધીનો વોકવે ફેસ-ટુ, સ્માર્ટ બસ સ્ટોપ ફેસ-ટુ ,પ્રોટોકોશન વોલ લેન્ડ લેવલીંગ વિયર ડેમ નજીક, સાતપુડા પ્રોટેક્શન વોલ , (કેક્ટસ નજીક ) બોન્સાઈ ગાર્ડન, ઇ બસ ચાર્જિંગ સ્ટેશન, નર્મદા ઘાટ પાર્કિંગ, નવા રહેણાંક મકાન, એપ્રોચ રોડ મોખડી નજીક, કૌશલ્ય પથ,લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ ,ગાર્ડન, ટાટા નર્મદા ઘાટનું વિસ્તરણ, ડેમ રેપ્લિકા, 25 નવી ઈ બસ (નાની સાઇઝ)નું લોકાર્પણ થશે. આ તમામ પ્રોજેક્ટ 282.52 કરોડ રૂપિયાના ખર્ચે બન્યા છે.
વડાપ્રધાનના હસ્તે કુલ ₹ 681.55 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન પણ થશે. નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન પર થનાર છે. વડાપ્રધાનના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 9 કરોડના ખર્ચે બનનાર વીર બાળ ઉદ્યાનનું ભૂમિ પૂજન કરાશે. જે માર્ચ 2026 સુધી પૂરી થશે જેમાં પૌરાણિક બાળવીરોની ગાથાઓ અલગ અલગ સ્વરૂપે રજૂ કરાશે, ટેકરી પર ફોરેસ્ટ જેવું બનાવાશે. ત્યારે ખૂબ ચર્ચામાં રહેલા રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજન થનાર છે. આ મ્યુઝિયમ કુલ 367.25 કરોડ ખર્ચે બનશે, જે મે 2027 પૂર્ણ થશે. મુખ્ય ઉદ્દેશ્ય ભારત દેશને એક કરવામાં મહત્વનું યોગદાન આપનાર રાજાઓ વિશે અલગ અલગ રીતે તેમની જાણકારી આ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયામાં આપવામાં આવશે.
આ ઉપરાંત, ગુજરાત વંદના મ્યુઝિયમ બનશે પ્રવાસીઓનું સુવિધાઓ માટે 100 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનશે એકતાનગર ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેકેસ બનાવવામાં આવશે અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ 20 કરોડમાં બનશે, જેમાં ક્રિકેટથી લઈ વોલીબોલ, ટેબલ ટેનિસ સ્વિમિંગ પૂલ જેવી ઇન્ડોર આઉટ ડોર ગેમની સુવિધા હશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. સીઆઈએસએફ જવાનોના બેરેક બનશે જે એક વર્ષમાં પૂરું થશે. અલગ અલગ જગ્યાએ જેટી બનશે. જેવી કે નર્મદા ઘાટ, સાતપુડા પ્રોડક્શન હોલ પાસે આ જેટીઓ બનાવવામાં આવશે.
એકતા નગર એટલે કે કેવડિયાનો જે સહકાર ભવન છે ત્યાંથી લઈને પોલીસ સ્ટેશન સુધી નવો રસ્તો બનશે. જે 24 મીટર પહોળો અને 1700 મીટર લાંબો છે. આ રસ્તાની બંને બાજુ બેઠક વ્યવસ્થા વચ્ચે ફેન્સિંગ લાઈટિંગ પોલ, વોક વે સાથે બનશે. આ ઉપરાંત, વાગડિયા નજીકના વિસ્તારમાં રેઇન ફોરેસ્ટ બનાવવામાં આવશે. જે 47 હજાર ચોરસ મીટર એરિયામાં બનશે. જેમાં વોટર ફોલ , રેઇન ગન,વોક બ્રિજ જેવી સુવિધાઓ હશે.