અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો
Views: 217
0 0

Read Time:3 Minute, 14 Second

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ ઘટના વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે, જેમાં હજારો લોકોની અવરજવર હોય તેવી જગ્યાએ નમાજ પઢવામાં આવી હતી. આ સમયે એક મુસાફરે આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફરો દ્વારા બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ અને ફ્લાઈટમાં બેસવા જતી વખતે નમાઝ પઢવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, આ પહેલાં પણ અમદાવાદમાં સહિત અને જિલ્લામાં જાહેર બાગ-બગીચા કે એસટી સ્ટેન્ડ પર નમાઝ પઢવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે એરપોર્ટ જેવી અત્યંત સુરક્ષિત ગણાતી જગ્યાએ પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે.

https://www.instagram.com/reel/DUkelq5k33l/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આયુષ મહેતા નામના એક મુસાફરે વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આજે સવારે એટલે કે, 10 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ હોવાથી 5:30 વાગ્યે એરપોર્ટ પર આવ્યો. સિક્યુરિટી ચેક પતાવીને જ્યારે હું ટર્મિનલ-1ના ફર્સ્ટ ફ્લોર પર આવ્યો, ત્યારે મેં અમુક ડિસ્ટર્બિંગ ઘટના જોઈ. કોઈ ગ્રુપ ત્યાં નમાઝ અદા કરી રહ્યું હતું. એ જોઈને તુરંત જ હું શોક થઈ ગયો અને મેં ત્યાં ઊભા રહીને વીડિયો શૂટ કરી લીધો.

https://www.facebook.com/share/v/1847nhduDP

આ અંગે એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પેસેન્જર્સ મૂવમેન્ટ સ્મૂથ જ હતી. કોઈ પેસેન્જર્સને કોઈ પણ પ્રકારની તકલીફ પડી ન હતી. તેમની પાસે કોઈ પેસેન્જરની ફરિયાદ આવી નથી.

CISFની ટીમમાં આ અંગે વાત કરી હતી તો CISFનું પણ એવું કહેવું હતું કે અમારી પાસે કોઈ પેસેન્જર ફરિયાદ લઈને આવ્યું નથી. એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત CISFને પણ આ અંગે જાણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ એક આખો સમૂહ નમાઝ પઢતો હોવાનું નજરે પડી રહ્યો છે. આ મામલે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ છે કે કેમ તેની વિગતો હજુ સામે આવી નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!