અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન
Views: 73
0 0

Read Time:3 Minute, 50 Second

કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં થવા જઈ રહી છે, ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી AMC દ્વારા આજેરોજ કરવામાં આવી

આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું SVP એન્કલેવ બનાવવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલોપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખુલે છે. ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારના કેટલાંક મકાનનો સમાવેશ થાય છે.

સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24.0 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક ખુલશે. આ રોડ પરથી સીધા એક્વેટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે. જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાંક તથા કોમર્શિયલ પ્રકારના મળી કુલ 29 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.

મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.

મોટેરા બળદેવ નગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપી અને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા નહોતા. હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઇકોર્ટે નકારી દીધી હતી. સાંજ સુધીમાં 29 મકાન ધ્વસ્ત કરી દેવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે (29 નવેમ્બર) વહેલી સવારથી 4 હિટાચી મશીન, બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલિશનની શરૂ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોના મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. મકાનો ખાલી કરાવ્યા બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. સવારથી 15 જેટલા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરી દેવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં તમામ 29 મકાનો તોડી પાડવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!