Ahmedabad: વટવામાં નશામાં ધુત કારચાલકનો આતંક, ગાયને ટક્કર મારતા મોત
Views: 65
0 0

Read Time:2 Minute, 19 Second

વટવા વિસ્તારમાં કારચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો હતો. લોકોએ કારની તલાશી લીધી ત્યારે અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. કારચાલકને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી.

અમદાવાદના વટવામાં વહેલી સવારે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જોગણી માતાના મંદિર પાસે નશામાં કારચાલકે ગાયને અડફેટે લેતાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. શખસે ગાયને ટક્કર માર્યા બાદ અન્ય કારને પણ અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું. લોકોએ કારચાલક યુવકને પકડી પાડ્યો હતો. કારની તપાસ કરતા સીટ પરથી ખાલી દારૂની બોટલ મળી આવી હતી.

https://www.instagram.com/reel/DU2Y_flk7rX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આ અંગની મળતી માહિતી મુજબ, 17 ફેબ્રુઆરીને મંગળવાની સવારે શહેરના વટવા વિસ્તારમાં નારોલનો રહેવાસી રાહુલસિંહ જાડેજા i-10 ગાડી લઈને પૂરઝડપે જઈ રહ્યો હતો. આ સમયે વટવા જોગણી માતાના મંદિર પાસેના ઠાકોર વાસની બહાર રાહુલસિંહ જાડેજાએ રસ્તામાં ઉભેલી ગાયની સાથે કાર અથડાવી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ગાયનું ઘટનાસ્થળે જ રોડ વચ્ચે મોત થયું હતું.

https://www.facebook.com/share/r/1HQegsBHES

આ ઉપરાંત રાહુલસિંહે બાજુમાં પડેલી સ્કોર્પિયો કારને પણ ટક્કર મારી હતી. બનાવ બનતા આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિકોએ રાહુલસિંહ જાડેજાને બહાર કાઢીને પોલીસે જાણ કરી હતી. અકસ્માત કરનાર i-10 કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી. રાહુલસિંહ જાડેજા પણ નશાની હાલતમાં લથડિયા ખાતો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને રાહુલસિંહની અટકાયત કરી છે. હવે આરોપી રાહુલસિંહનું મેડિકલ ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!