ગુજરાત ATSને મળી મોટી સફળતા, જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના બે જાસૂસ ઝડપ્યા
Views: 114
0 0

Read Time:1 Minute, 54 Second

ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ATSએ જાસૂસી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. એક મહિલા અને એક પુરુષની ATSએ અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી છે. બંને આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા. હાલ ATSએ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાત ATSએ દેશ વિરોધી પ્રવૃતિ કરતા 2 શખ્સની ધરપકડ કરી છે. ATSએ ગોવા અને દમણ ખાતેથી જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી છે. ATSએ ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલાની ધરપકડ કરી છે જ્યારે દમણમાંથી એ.કે સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપીઓ જાસૂસી કરતા હતા. આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને માહિતી ભેગી કરતા હતા. હાલ બંને ધરપકડ કરીને ATS ખાતે લાવવામાં આવ્યા છે. ATS દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બંને પાકિસ્તાનના સંપર્કમાં હતા.એ.કે સિંહ આર્મીમાં સુબેદાર હતો. પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો હતો.

ગુજરાત એટીએસને વધુ એક મહિલા આતંકી ઝડપવામાં સફળતા મળી હતી જેમાં અલકાયદાની માસ્ટ માઈન્ડ આતંકી મહિલા સમા પરવીનની બેંગ્લુરથી ધરપકડ કરવામાં આવી હતી, આતંકીઓના ઈન્સ્ટાગ્રામના ગ્રુપમાં આ મહિલા જોડાયેલી હતી, તો આતંકી ગતિવિધિમાં આ મહિલા સામેલ હોવાની વાત સામે આવી હતી. મહિલા આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હોવાની વાત સામે આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!