Read Time:1 Minute, 4 Second
ભાદરવી મહાકુંભમા જિલ્લા એસપી પ્રશાંત સુમ્બે અને પોલીસ અધિકારીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી. અંબાજીના દાંતા રોડના સિંહદ્વાર થી એસપી, ડીવાયએસપી, પીઆઇ, પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ પદયાત્રામાં જોડાયા હતા.
હાથમાં ધજા લઈને એસપી પોતાની ટીમ સાથે મંદિર પહોંચ્યા હતા જ્યાં તેઓએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પદયાત્રાના માર્ગમાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કિલ કે અડચણ ન થાય તે માટે તકેદારીનું નિરીક્ષણ પણ કર્યું હતું. સુરક્ષાની સાથે સાથે પોલીસની પદયાત્રા દર વર્ષે યોજાતી હોય છે જેમાં તમામ પોલીસકર્મીઓ જોડાય છે અને મેળાની પુર્ણાહુતી ના ભાગરૂપે જિલ્લા પોલીસની અંતિમ ધજા ચઢાવવામાં આવતી હોય છે.
