મેસ્સી સ્ટેડિયમમાંથી વહેલો નીકળી જતા નારાજ ફેન્સે તોડફોડ કરી, VIDEO;પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી
Views: 138
1 0

Read Time:5 Minute, 43 Second

આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવ્યો છે. તેની સાથે ઉરુગ્વેના સ્ટાર ફૂટબોલર લુઇસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફીલ્ડર રોડ્રિગો ડી પોલ પણ આવ્યા છે. ત્રણેય ખેલાડીઓ મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા.

તેણે આજે સવારે 11 વાગ્યે કોલકાતામાં 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન શાહરુખ ખાન પણ સામેલ રહ્યો. આ પછી તે કોલકાતાના જ સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યો હતો. જોકે ત્યાંથી તે વહેલા નીકળી જતા નારાજ ફેન્સે બોટલો ફેંકવાનું શરૂ કર્યું. સાથે જે સ્ટેડિયમમાં તોડફોડ કરી.

એક ચાહકે કહ્યું, “એકદમ ખરાબ કાર્યક્રમ. તે માત્ર 10 મિનિટ માટે આવ્યો. બધા નેતાઓ અને મંત્રીઓએ તેને ઘેરી લીધો હતો. અમે કંઈ જોઈ શક્યા નહીં.

તેણે એક પણ કિક કે એક પણ પેનલ્ટી ન લીધી. તેમણે કહ્યું હતું કે શાહરુખ ખાનને પણ લાવશે. તેઓ કોઈને ન લાવ્યા. તે ફક્ત 10 મિનિટ માટે આવ્યો અને ચાલ્યો ગયો. આટલા બધા પૈસા, ઇમોશન્સ અને સમયનો બગાડ થયો. અમે કંઈ જોઈ શક્યા નહીં.”

મેસ્સી સંયુક્ત રાષ્ટ્રના ચાઇલ્ડ ઓર્ગેનાઇઝેશન UNICEFનો બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના હેઠળ તે ભારતમાં ‘GOAT ઇન્ડિયા’ ટૂર કરી રહ્યો છે.

મેસ્સી 15 ડિસેમ્બર સુધી 3 દિવસમાં 4 શહેરોનો પ્રવાસ કરશે. આમાં હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી પણ સામેલ છે. તે કોલકાતામાં જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મળશે. આ દરમિયાન તેને મુંબઈમાં સચિન તેંડુલકરને પણ મળવાનું છે. 15 ડિસેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની સાથે જ તેમનો પ્રવાસ સમાપ્ત થશે.

આ અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે આ ઇવેન્ટની તૈયારીઓને લઈને રાજ્ય સરકાર પાસેથી વિસ્તૃત રિપોર્ટ માગી હતી.

આ પગલું તેમણે ત્યારે ભર્યું, જ્યારે ચાહકોએ લોકભવનમાં આપેલી ફરિયાદમાં કહ્યું કે ટિકિટ ખૂબ મોંઘી છે, જેના કારણે તેઓ પોતાના મનપસંદ ખેલાડીને જોઈ પણ નહીં શકે.

રાજ્યપાલને લોક ભવનમાં ઘણા ફોન કોલ અને ઇ-મેઇલ મળ્યા હતા. ચાહકોએ જણાવ્યું કે ટિકિટોની કિંમત તેમની પહોંચની બહાર છે. આ જ ફરિયાદો પછી રાજ્યપાલે આ મામલે રિપોર્ટ મગાવ્યો હતો.

મમતા બેનર્જીએ ઘટના પર માફી માગી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને લિયોનલ મેસ્સી અને તમામ રમતપ્રેમીઓ પાસે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે માફી માગી છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, કોલકાતામાં મેસ્સીના ઇવેન્ટમાં મિસ-મેનેજમેન્ટ જોઈને આઘાત લાગ્યો, અને ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી તેમને દુઃખ થયું છે અને તે માટે તેઓ માફી માગે છે.

સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીના એક ચાહકે કહ્યું કે, “મેસ્સીની આસપાસ માત્ર નેતા અને એક્ટર હતો. તો પછી તેમણે અમને કેમ બોલાવ્યા? અમે 12 હજારની ટિકિટ લીધી હતી, પણ અમે તેનો ચહેરો પણ જોઈ ન શક્યા.”

સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સી કોલકાતા એરપોર્ટ પહોંચ્યો. તે GOAT ઇન્ડિયા ટૂર 2025 માટે હૈદરાબાદ જવા રવાના થશે.

એક ચાહકે કહ્યું, “એકદમ ભયંકર કાર્યક્રમ. તે માત્ર 10 મિનિટ માટે આવ્યો. બધા નેતાઓ અને મંત્રીઓએ તેને ઘેરી લીધો હતો. અમે કંઈ જોઈ શક્યા નહીં.

તેણે એક પણ કિક કે એક પણ પેનલ્ટી ન લીધી. તેમણે કહ્યું હતું કે શાહરુખ ખાનને પણ લાવશે. તેઓ કોઈને ન લાવ્યા. તે ફક્ત 10 મિનિટ માટે આવ્યો અને ચાલ્યો ગયો. આટલા બધા પૈસા, ઇમોશન્સ અને સમયનો બગાડ થયો. અમે કંઈ જોઈ શક્યા નહીં.”

મેસ્સી સ્ટેડિયમમાંથી વહેલા નીકળી ગયો, નારાજ ચાહકોએ બોટલો ફેંકી

સોલ્ટ લેક સ્ટેડિયમમાં ચાહકોનું અભિવાદન કરતો મેસ્સી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!