12 ડિસેમ્બર, 2025 ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતીય કાર્યકાળને 3 વર્ષ પૂર્ણ થયા. આ ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના એક લાખ પાંસઠ હજારથી જનફરિયાદનું નિરાકરણ આવ્યું છે. જોઈએ કેટલાક ઉદાહરણ.
12 ડિસેમ્બર, 2025 ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતીય કાર્યકાળને 3 વર્ષ પૂર્ણ થયા
મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના એક લાખ પાંસઠ હજારથી જનફરિયાદનું નિરાકરણ આવ્યું
પોર્ટલ ગુજરાતનું અગ્રણી ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ બની ચૂક્યું છે
ફરિયાદ સીધા મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવા તેનું પારદર્શક સમાધાન મેળવવાની તક આપે છે
ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્ય સ્તરથી લઈને ગામ સ્તર સુધીના કેસોનો નિકાલ
ત્રણ વર્ષોમાં પોર્ટલ પર કેસ ૧,૭૦,૨૮૪ ફરિયાદ, રજૂઆત મળી હતી, જેમાંથી ૧,૬૯,૩૩૧ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩ માં સ્વાગત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ ગુજરાતનું અગ્રણી ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ બની ચૂક્યું છે. આ પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદ સીધા મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવા અને તેનું પારદર્શક સમાધાન મેળવવાની તક આપે છે.
આ પોર્ટલ વીડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્ય સ્તરથી લઈને ગામ સ્તર સુધીના કેસોનો નિકાલ કરે છે અને લોકો તેમજ વહીવટીતંત્ર વચ્ચે એક અનોખો સેતુ રચે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, છેલ્લા ત્રણ વર્ષોમાં આ પોર્ટલ પર કેસ ૧,૭૦,૨૮૪ ફરિયાદ, રજૂઆત મળી હતી, જેમાંથી ૧,૬૯,૩૩૧ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના લૂણીધાર ગામના ૮૦ વર્ષીય અંબાબેનને તેમના પતિના નિધન પછી વૃદ્ધાવસ્થા પેન્શનની જરૂર હતી. ઘણા પ્રયાસો છતાં તેમને મદદ મળી ન હતી. જ્યારે તેમણે ‘સ્વાગત પોર્ટલ’ દ્વારા ફરિયાદ નોંધાવી, ત્યારે થોડા જ દિવસોમાં તેમને ₹૪૯,૦૦૦ પેન્શન મળી ગયું.
તેવી જ રીતે, અમદાવાદના શ્રીકાંત સોમચંદ ભાવસારનો જમીન વિવાદ લગભગ ચાર દાયકાથી અટવાયેલો હતો. ‘સ્વાગત પોર્ટલ’ પર ફરિયાદ નોંધાવ્યા પછી, સમસ્યા ઝડપથી ઉકેલાઈ ગઈ અને તેમને એક મહિનામાં જમીનનો માલિકી હક મળી ગયો.
આ કિસ્સાઓ સ્પષ્ટ કરે છે કે ‘સ્વાગત પોર્ટલ’ નાગરિકોની સમસ્યાઓને સીધા અધિકારીઓ સુધી પહોંચાડીને ઝડપી અને અસરકારક સમાધાન સુનિશ્ચિત કરે છે.
ગુજરાતમાં નાગરિકોની ફરિયાદોને દૂર કરવા માટે સ્વાગત પોર્ટલ સતત પ્રભાવશાળી રહ્યું છે. આ સફળતા દર્શાવે છે કે સ્વાગત પોર્ટલે નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચે વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.