મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા
Views: 291
0 0

Read Time:3 Minute, 10 Second

મુખ્યમંત્રીશ્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રીશ્રી આનંદિત થયા હતા.

https://www.facebook.com/share/v/1JsqcuogJ7

મુખ્યમંત્રીશ્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા.


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સરળતા , મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ અને વેપારીઓને સ્પર્શી ગઈ
સ્વદેશી અને સ્થાનિક પ્રોડક્ટ વેચતા તથા હસ્તકલાના સ્થાનિક વેપારીઓને કર્યા પ્રોત્સાહિત
સાસણમાં વડાપ્રધાનશ્રીની મુલાકાત બાદ પ્રવાસીઓમાં સતત થતો વધારો જાણી મુખ્યમંત્રીશ્રીનો રાજીપો

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સરળતા, નિખાલસતા, અને સંવેદના સભર સ્વભાવ સાસણના લોકો, સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીને હૃદયમાં સ્પર્શી ગયા હતા.

મુખ્યમંત્રી શ્રી જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ સાસણ ગીરમાં પહોંચ્યા હતા. ગઈ કાલે રાત્રે સિંહ સદનમાંથી મુખ્યમંત્રી શ્રી એ બહાર નીકળી એક કોમન મેનની જેમ બજારમાં તેઓ લોકોને મળ્યા હતા. એટલું જ નહીં તેઓ ગીરની પ્રખ્યાત કેરી પ્રોડક્ટ સહિતની સ્થાનિક સ્વદેશી પ્રોડક્ટ, સિંહની પ્રતિકૃતિ વાળી હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીના સ્ટોલ પર પહોંચ્યા અને સ્વદેશી ચીજ વસ્તુઓ અને હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓને પ્રોત્સાહન આપ્યું. ત્યાંથી આગળ વધીને મુખ્યમંત્રી માર્ગમાં લોકોને મળ્યા, લોકોના ખબર અંતર પૂછી તેમની સાથે વાતચીત પણ કરી. વડાપ્રધાન શ્રી ની સાસણની મુલાકાત બાદ સાસણમાં સતત પ્રવાસીઓનો વધારો થઈ રહ્યો છે અને સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશા પર અંકિત થઈ રહ્યુ છે અને તેની સાથે સિંહ સંવર્ધનમાં સૌની સહભાગીતા સહિતની ગૌરવભરી ગાથા જાણીને મુખ્યમંત્રીશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ-બહેનો સાથે પણ સંવાદ કરીને તેમને શુભકામના પાઠવી હતી. પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓને મળીને લોક લાગણીને સ્વીકારી મુખ્યમંત્રીએ તેમની સાથે બેસીને ચા પણ પીધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!