ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા મુદ્દે પોતાના વલણમાં આશ્ચર્યજનક ફેરફારનો સંકેત આપ્યો
Views: 55
0 0

Read Time:3 Minute, 29 Second

ભારતીયોમાં ઘટી રહેલી લોકપ્રિયતાને બેલેન્સ કરવા ટ્રમ્પ પોલીસી બદલવાના રસ્તે !
ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા મુદ્દે પોતાના વલણમાં આશ્ચર્યજનક ફેરફારનો સંકેત આપ્યો છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે યુ-ટર્ન લેતા કહ્યું કે અમેરિકાને વિદેશી પ્રતિભાની જરૂર છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે H-1B વર્ક વિઝા પર પોતાના વલણમાં નરમીના સંકેત આપ્યા છે. ટ્રમ્પે આનો બચાવ કરતા કહ્યુ કે અમેરિકાએ કેટલાંક વિસ્તારોમાં વિદેશી પ્રતિભાઓ લાવવાની જરૂરત છે. એવામાં H-1B વિઝાને ચાલુ રાખવા માટે. ટ્રમ્પના વલણે ધ્યાન ખેંચ્યું છે. કારણ કે તેમણે તાજેતરમાં H-1B વિઝા માટેની ફીમાં અનેક ગણો વધારો કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે દલીલ કરી હતી કે આ વિઝા અમેરિકનો પાસેથી નોકરીઓ છીનવી રહ્યો છે. ટ્રમ્પના બદલાયેલા વલણથી ભારતીયઓ માટે રાહત લઇને આવ્યુ છે કારણ કે સૌથી વધારે H-1B વિઝાના લાભાર્થી ભારતીય રહ્યા છે.

ટ્રમ્પે આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન તેમને H-1B વિઝા અને ઇમિગ્રેશન પર સવાલ કર્યો હતો. તેના પર તેમણે કહ્યુ કે અમે બહારના લોકો માટે દરવાજો બંધ નથી કરી શકતા. નિશ્ચિત રૂપથી દુનિયા ભરમાં પ્રતિભાશાળી લોકોને લાવવા પડશે. પત્રકારે જ્યારે તેમને કહ્યુ કે અમેરિકામાં ઘણા પ્રતિભાશાળી લોકો છે ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યુ કે આપણી પાસે કઇ ખાસ પ્રતિભાશાળી વ્યક્તિઓ નથી.

આ વર્ષે જાન્યુઆરીમાં બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા અને ઇમિગ્રેશનના મુદ્દા પર સખ્ત વલણ બતાવ્યુ છે. તેમણે અવૌધ રૂપથી રહેલા લોકોને પાછા મોકલવાનો અભિયાન ચલાવ્યુ છે. તો વિઝા નિયમોમાં એવા બદલાવ કરવામાં આવ્યા છે. જેનાથી વિદેશી કામગારોને અમેરિકામાં આવવા અને કામ કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે. એવામાં તેમના અ નિવેદનને યુટર્ન માનવામાં આવી રહ્યુ છે. ટ્રમ્પે હવે કહ્યુ કે અમેરિકાને વિદેશો પાસેથી કુશળ કામગારોની જરૂરત છે.

ટ્રમ્પની આ ટિપ્પણી કુશળ શ્રમિકો માટે ખુશખબરી લઇને આપી છે. ટ્રમ્પ પ્રશાસને જ સપ્ટેમ્બરમાં H-1B વિઝા પર 100,000 ડોલરની અરજી ફી કરી હતી. H-1B વિઝાનો ઉપયોગ દેશની મોટી કંપનીઓ, ખાસકરીને ટેકનિકલ ઉદ્યોગની દિગ્ગજ કંપનીઓ બીજા દેશોથી શ્રમિકો લાવવા માટે કરે છે. આ વિઝાનો સૌથી વધારે ઉપયોગ ભારતના લોકો કરે છે. એવામાં ટ્રમ્પ પ્રશાસન આ બાબત પર નરમ પડે છે તો આ ભારતીયો માટેની દરેક વસ્તુ અને અમેરિકા જવાના માર્ગને સરળ કરી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!