અમદાવાદના સુખરામ નગર નજીક એક ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં આસપાસના 20 જેટલા મકાનમાં લોકો ફસાયા હતા.
અમદાવાદમાં સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી, 20થી 25 લોકો ફસાયા:સાતને ઈજા
ફાયર બ્રિગેડ ટીમનું રેસ્કેયું ઓપરેશન
સુખરામનગરના 440 ફ્લેટ રીડેવલોપમેન્ટ પહેલાં દૂર્ધટના
ફાયરબ્રિગેડે 8-10 લોકોનું રેસ્કયૂ કર્યું
જર્જરિત હોવાથી કોર્પોરેશને નોટિસ આપી હતી
‘440 ફ્લેટ 180 છાપરાનું મ્યુનિસિપલ કોર્પોરેશન રીડેવલોપમેન્ટ કરી રહ્યું છે’
સાત જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ
જો ભાડું આપવામાં આવે તો અમે મકાન ખાલી કરવા તૈયાર- સ્થાનિકો
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. ગેલેરી તૂટી પડતા ઘરમાં 20થી 25 લોકો ફસાયેલા છે જેમને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા સીડી મૂકીને નીચે ઉતારવામાં આવ્યા છે.
https://www.facebook.com/share/v/1CEeqWtQgZ
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ અમરાવાડી વિસ્તારમાં સુખરામનગર ખાતે આવેલા સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી પડવાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે અને ઘરમાં ફસાયેલા 8થી 10 જેટલા લોકોને ફાયર બ્રિગેડે સીડી વડે બહાર કાઢ્યા છે. ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ પણ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટનાસ્થળ ઉપર હાજર છે.
https://www.instagram.com/reel/DUm0il5E-Ph/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
સ્થાનિકોનું કહેવું છે કે નોટિસ તો ઘણા સમયથી આપવામાં આવે છે. રી- ડેવલોપમેન્ટનું કામ ક્યાં અટક્યું છે તે કોર્પોરેશન જાણે.અમે મકાન ખાલી કરવા તૈયાર છીએ પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભાડું પણ આપવામાં આવ્યું નથી. જો ભાડું આપવામાં આવે તો અમે મકાન ખાલી કરવા તૈયાર છે.
સવારે 8 વાગે કંટ્રોલ મેસેજ મળ્યો હતો. 39 લોકોનું રેસ્કયુ કરવામા આવ્યું છે. બે બાળકો સહીત મકાનમાં ફસાયેલા છે. લોકોને સહિ સલામત નીચે ઉતાર્યા છે. એક વૃદ્ધાને સામાન્ય ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિકો પોતાના મકાન છોડવા તૈયાર નથી.