આજથી આગામી 10 સપ્ટેમ્બર સુધી 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર શરૂ થશે. આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ 9 અને 10ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત 5 વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ત્યારે ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાનમાં વળતર આપવા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે માગ કરી છે.
સત્ર દરમિયાન કુલ 5 વિધેયક રજૂ કરાશે
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025
નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, 2025
ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025
ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025
