ગાંધીનગર: સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાનો આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન પ્રારંભ કરાવશે
Views: 172
0 0

Read Time:3 Minute, 55 Second

રાજ્યના પાટનગર ગાંધીનગરના નગરવાસીઓ અને કર્મચારીઓ માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ ફૂલ ફ્લેજ્ડ મેટ્રો રેલના રૂપમાં મળી રહી છે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના લોકાર્પણ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન પ્રારંભ કરાવશે. વડાપ્રધાન અમદાવાદ જુની હાઇકોર્ટથી મેટ્રો બેસીને મહાત્મા મંદિર આવશે. જ્યાંથી તેઓ અહીં યોજાનાર જર્મન ડેલિગેશનના કાર્યક્રમ માં હાજરી આપશે.

સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રોનો 12મીએ PMના હસ્તે પ્રારંભ
5.5 કિમીની મુસાફરી મિનિટોમાં પૂર્ણ થશે
20 સેકટર અને આસપાસના 3 ગામના લોકોને ફાયદો
નવા રૂટથી 20 સેક્ટર અને 3 ગામના લોકોને ફાયદો થશે
નવા રૂટ પર 5 મેટ્રો સ્ટેશન કાર્યરત થશે
12 જાન્યુઆરીએ પીએમના હસ્તે સેવાનો પ્રારંભ કરાશે
વડાપ્રધાન જુની હાઇકોર્ટ સ્ટેશન થી મેટ્રો ટ્રેનમાં બેસીને સીધા જ મહાત્મા મંદિર સ્ટેશને પહોચશે

ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના પ્રારંભ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શૈક્ષણિક અને વહીવટી હબ માટે આશીર્વાદરૂપ સેવા આ મેટ્રો લિંક શરૂ થવાથી શહેરના 20 જેટલા સેક્ટરો અને આસપાસના 3 ગામોના લોકોને સીધો ફાયદો થશે.

જૂના સચિવાલય અને સેક્ટર-16માં આવેલી અંદાજે 60 જેટલી સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હવે મુસાફરી અત્યંત સરળ અને આરામદાયક બની જશે. આ ઉપરાંત આ રૂટ પર આવતી કોમર્સ, પોલીટેકનિક અને એન્જિનિયરીંગ કોલેજ જેવી 8 શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓને અવરજવરમાં મોટી રાહત મળશે.

પ્રવાસન ક્ષેત્રે પણ અક્ષરધામ અને દાંડી કુટીર જેવા મહત્વના સ્થળો હવે મેટ્રો કનેક્ટિવિટીથી જોડાશે. આ રૂટ પર કુલ 5 સ્ટેશનો કાર્યરત થશે. ટેકનિકલ પાસાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં આ લાઈન પર ચારેક વખત ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. સીએમઆરએસ (CMRS) દ્વારા તેનું આખરી ઇન્સ્પેક્શન પણ પુર્ણ કરી દેવાયું છે. જેમાં સુરક્ષા અને સુવિધાઓની ઝીણવટભરી તપાસ બાદ મંજૂરી મળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન 11 જાન્યુઆરીએ સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરીને ગાંધીનગર રાજભવન રાત્રિ રોકાણ કરશે. બાદમાં બીજા દિવસે સવારે સાબરમતી ખાતેના નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી વડાપ્રધાન જુની હાઇકોર્ટ સ્ટેશન થી મેટ્રો ટ્રેનમાં બેસીને સીધા જ મહાત્મા મંદિર સ્ટેશને પહોચશે. બાદમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર જર્મન ડેલીગેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!