આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન 11 જાન્યુઆરીએ સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરીને ગાંધીનગર રાજભવન રાત્રિ રોકાણ કરશે. બાદમાં બીજા દિવસે સવારે સાબરમતી ખાતેના નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે.
અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર થયો છે. પહેલાં આ મહોત્સવ 10 તારીખે થવાનો નક્કી હતો, પરંતુ હવે તે 12 તારીખે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શિડ્યુલ ફિક્સ થતા મહોત્સવની તૈયારીમાં ફેરફાર કરવો પડ્યો છે. પતંગ મહોત્સવ હવે પીએમ મોદીના હસ્તે ખુલ્લો મુકાશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરના નગરવાસીઓ અને કર્મચારીઓ માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ ફૂલ ફ્લેજ્ડ મેટ્રો રેલના રૂપમાં મળી રહી છે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના લોકાર્પણ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન પ્રારંભ કરાવશે. વડાપ્રધાન અમદાવાદ જુની હાઇકોર્ટથી મેટ્રો બેસીને મહાત્મા મંદિર આવશે. જ્યાંથી તેઓ અહીં યોજાનાર જર્મન ડેલિગેશનના કાર્યક્રમ માં હાજરી આપશે.