પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી અત્યંત પ્રભાવિત હતો. તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં રહીને ગુજરાતમાં ભય અને આતંક ફેલાવવાનું ગંભીર ષડયંત્ર રચી રહ્યો હતો. ATS ની સતર્કતાને કારણે આ લોહિયાળ ખેલ ખેલાય તે પહેલા જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.
https://www.instagram.com/reel/DUAUA-7kyPw/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ધરપકડ કરાયેલા આરોપી ફૈઝાન શેખ પાસેથી તપાસ દરમિયાન ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે. હાલમાં ATS ની ટીમ તેની કડક પૂછપરછ કરી રહી છે જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે.