Read Time:1 Minute, 1 Second
અમદાવાદ શહેરમાં ધૂંધળા અને ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રદૂષણ મોનિટરિંગ ડેટા મુજબ શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 200 ને પાર પહોંચી ગયો છે.
ઝુંડાલમાં 209, ઇસનપુરમાં 269 અને ગોતામાં 296 AQI સુધી હવામાં પ્રદૂષણ જોવા મળ્યું છે. જુહાપુરા 184, બોડકદેવ 180, ગ્યાસપુર 173, કઠવાડા 196, હાંસોલ 192, ઈસરો 171 અને પ્રહલાદનગર 186 AQI સાથે પ્રદૂષિત વિસ્તાર તરીકે જોવા મળ્યા છે.
પ્રદૂષણના આ વધારા સાથે શહેરમાં સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર જોવા મળી શકે તેની આશંકા વ્યક્ત કરાઇ છે, અને AQIમાં વધારો થતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.