Read Time:1 Minute, 15 Second
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવવાનો હતો, પરંતુ તે પહેલા ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પ્રાથમિક વિગતમાં ઈરાનથી 2 શખ્સ આ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે.
આજે આ ડ્રગ્સનો જથ્થો પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે. ગુજરાત ATSએ ડ્રગ્સ પેડલર બે ઈરાનીની ધરપકડ કરી છે.
ગુજરાતનો દરિયાકિનારો 1600 કિલોમીટર જેટલો લાંબો છે. આ દરિયાકાંઠે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની ભરતી વધી ગઇ છે. ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકિનારો સિલ્કરૂટ બની ગયો છે. પણ આ દરિયાનો ઉપયોગ વધી ગયો તેના તાર સીધા શ્રીલંકા અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા છે.