‘વિધાનસભા સેફ નથી તો ગુજરાતની પ્રજા કેવી રીતે સેફ રહેશે’; ચાલુ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Views: 129
0 0

Read Time:2 Minute, 55 Second

ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ મળી રહ્યાં છે. સરકારી કચેરીઓ અને સ્કૂલો સહિત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. આ પ્રકારના મેઈલને કારણે પોલીસ પણ દોડતી રહે છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સવારે સત્રની કામગીરીની શરૂઆત થતાં જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે વિધાનસભામાં ચેકિંગ શરૂ કર્યું હોવાની માહિતી મળી છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આજે સત્રનો 20મો દિવસ છે. સવારે સત્રની શરૂઆત થતાં જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. આ મેઈલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે સવારે વિધાનસભામાં ધારાસભ્યો પહોંચ્યા હતાં. 9 વાગ્યે સત્રની શરૂઆત થવાની હતી. પરંતુ આ ધમકી મળતાં જ પોલીસે તમામને બહાર મોકલી દીધા હતાં અને ચેકિંગ શરૂ કર્યું હતું. તમામ ધારાસભ્યોને ગૃહમાંથી પોલીસે બહાર કાઢ્યા હતાં. આજે સવારે 9 વાગ્યાનું સત્ર હવે શરૂ નહીં થાય તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે.

ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે. ગઇકાલે UCC વિધેયક ગૃહમાં લાવવા અંગે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી અને કયા દિવસે ગૃહમાં રજૂ કરવું તે મુદ્દે વિચારણા કરવામાં આવી. જેમાં 25 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ મળ્યો છે. મેમનગરની મહારાજા અગ્રેસન, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલને ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં પણ શાળાઓને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. મેમનગરની મહારાજા અગ્રેસન, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલને ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!