વડોદરામાં 16 વર્ષીય સગીરા એ પ્રેમીને મળવા આખો વિસ્તાર માથે લીધો, પોલીસ વાન ઉપર ચડી ગઈ
Views: 84
0 0

Read Time:3 Minute, 44 Second

પ્રેમીને મળવા આખો વિસ્તાર માથે લીધો, પોલીસ વાન ઉપર ચડી
વડોદરામાં 16 વર્ષીય સગીરાને પોલીસે માંડ-માંડ કાબૂ કરી
ગુસ્સામાં કહ્યું- મારી સાથે આવું 3 વાર થયું
પ્રેમી ઘરે ન મળતાં સગીરા ઉગ્ર બની
એક વ્યક્તિએ સગીરાને પકડીને નીચે ઉતારી

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારના રાત્રિના સમયે પ્રેમીને મળવા ગયેલી ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાએ રોડ પર ધમપછાડા કર્યા હતા. પોલીસ વાન ઉપર ચડી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસ જેમ-તેમ કરીને સગીરાને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. યુવતીએ પોલીસ વાન ઉપર ચડીને કહ્યું હતું કે મારી સાથે 3 વાર આવું થયું છે, મારે દર વખતે પોલીસ સ્ટેશન જવું પડે છે.

આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. ડી. ગમારાએ જણાવ્યું હતું કે સગીરાનાં માતા-પિતાને બોલાવીને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટના અંગેની વિગત એવી છે કે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સગીરા તેના પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ પ્રેમી ન મળતાં તેણે અહીં હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતાં માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમર્જન્સી હેલ્પલાઇન 112ની વાન પણ તાત્કાલિક આવી પહોંચી હતી. સગીરા ગુસ્સામાં પોલીસ વાન પર ચડી ગઈ હતી અને ધમપછાડા કર્યા હતા. બાદમાં પોલીસે સજાવી તેને સુરક્ષિત રીતે માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે સગીરાનાં માતા-પિતાને બોલાવીને તેમની હાજરીમાં સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું.

સગીરા, પોલીસ અને લોકો વચ્ચે થયેલી વાતચીતના અંશ:

સગીરા: આપ લોકોને પૈસા આપ્યા છે! તમે મને અંદર ચડાવો છો, મને વાંધો નથી.
સામેની વ્યક્તિ: અમે તને નથી ચઢાવતા, તું ગાડી નીચે ઊતરી જા. અમારી ગાડી પરથી નીચે ઊતરી જા.
યુવતી: મારી સાથે આવું ત્રણવાર થયું છે ભાઈ! મારો ફોન લાવ. લાવ તારો ફોન લાવ, મારી સાથે 3 વાર આવું થયું છે.
આ સમયે યુવતી બૂમો પાડી પાડે છે અને રડવા લાગે છે. આ દરમિયાન સગીરાને ગાડી પરથી ઉતારવા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ યુવતી ઊતરવાની ના પાડે છે. પરિસ્થિતિ ગંભીર બનતાં અન્ય લોકો પણ વચ્ચે પડે છે.

એક વ્યક્તિ સગીરાનો હાથ પકડતાં સગીરા ગુસ્સે થઈ જાય છે અને એય…કહીને બૂમો પાડવા લાગે છે. ત્યારે તે વ્યક્તિ કહે છે ઊતર, નહિ તો થપ્પડ મારીશ, જેથી સગીરા કહે છે કે નહીં ઊતરી, શું કરીશ? ત્યાર બાદ તે વ્યક્તિ સગીરાને પકડીને નીચે ઉતારે છે. એક મહિલા સગીરાને થપ્પડ મારે છે, જેથી સગીરા કહે છે કે હું શા માટે ઊતરું, મને દર વખતે પોલીસ સ્ટેશન જવાનું થાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!