Iran-Israel War: સ્ટીલ્થ બોમ્બરથી લઈને ઘાતક ડ્રોન સુધી USએ ઈરાન વિરુદ્ધ કર્યા
Views: 149
0 0

Read Time:4 Minute, 23 Second

ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન ઇરાને સાઉદી અરેબિયાની મોટી તેલ રિફાઇનરી રાસ તનૂરા પર હુમલો કર્યો છે. આ રિફાઇનરી સાઉદીની સરકારી તેલ કંપની સાઉદી અરામકોની છે. રોઇટર્સના અહેવાલ મુજબ, હુમલા બાદ રિફાઇનરી બંધ કરી દેવામાં આવી છે.

ઈરાનના સનંદજ શહેરમાં હુમલો થયો છે, જેમાં બે લોકોના મોત થયા છે

તેની ક્ષમતા લગભગ પ્રતિદિવસ 5.5 થી 6 લાખ બેરલ આસપાસ માનવામાં આવે છે. ઓઇલ એક્સપોર્ટ ટર્મિનલ રાસ તનૂરા વિશ્વના સૌથી મોટા ઓફશોર ઓઇલ લોડિંગ ટર્મિનલોમાંનું એક છે. અહીંથી મોટા તેલ ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરીને અમેરિકા, એશિયા અને યુરોપ સહિત ઘણા દેશોને મોકલવામાં આવે છે.

ઈરાને સાઉદી અરેબિયાની મુખ્ય તેલ રિફાઇનરી રાસ તનુરા પર હુમલો કર્યો

બીજી તરફ, ઇરાનના ટોપ નેશનલ સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ સોમવારે જણાવ્યું હતું કે ઇરાન અમેરિકા સાથે કોઈ વાતચીત કરશે નહીં. આ નિવેદન એવા અહેવાલોના જવાબમાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇરાને અમેરિકા સાથે ફરીથી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

કુવૈતમાં અમેરિકાનું ફાઇટર જેટ ક્રેશ થયું

ઇરાને આજે ઇઝરાયલ ઉપરાંત કતાર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતમાં હુમલા ફરી શરૂ કર્યા છે. બીજી તરફ, આ યુદ્ધમાં હવે લેબનોનનું ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ સામેલ થઈ ગયું છે. તેણે ઇઝરાયલમાં અનેક સ્થળોએ બોમ્બમારો કર્યો છે. હિઝબુલ્લાહ, જેને ઈરાનનું સમર્થન મળે છે, તેનું કહેવું છે કે તે ખામેનીના મોતનો બદલો લઈ રહ્યું છે.

કુવૈતમાં અમેરિકી ફાઇટર પાઇલટે જેટમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો.

ઇરાને આજે ઇઝરાયલ ઉપરાંત કતાર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતમાં હુમલા ફરી શરૂ કર્યા છે. બીજી તરફ, આ યુદ્ધમાં હવે લેબનોનનું ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ સામેલ થઈ ગયું છે.

રવિવારે રાત્રે ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનમાં હવાઈ હુમલો કર્યો હતો.

તેણે ઇઝરાયલમાં ઘણી જગ્યાએ બોમ્બમારો કર્યો છે. હિઝબુલ્લાહને ઇરાન તરફથી સમર્થન મળે છે, હવે તેનું કહેવું છે કે તે ખામેનેઈના મૃત્યુનો બદલો લઈ રહ્યો છે.

હવાઈ શક્તિ: B-2 સ્ટીલ્થ બોમ્બર, F-35 સ્ટીલ્થ ફાઈટર, F-22, F-18 અને A-10 એટેક જેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ડ્રોન ટેકનોલોજી: લુકાસ ડ્રોન અને MQ-9 રીપર દ્વારા ઈરાની ઠેકાણાઓ પર સચોટ બોમ્બમારો કરવામાં આવ્યો છે.

સંરક્ષણ પ્રણાલી: ઈરાની મિસાઈલોને રોકવા માટે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર અને THAAD એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ તૈનાત છે.

નૌકાદળ: પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર્સ અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ સમુદ્રમાંથી હુમલા કરી રહ્યા છે.

લોજિસ્ટિક્સ: C-17 ગ્લોબમાસ્ટર અને C-130 કાર્ગો વિમાનો સતત પુરવઠો પહોંચાડી રહ્યા છે.

ઈરાનમાં 200ના મોત, 740 ઘાયલ

ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનની રાજધાની તેહરાન સહિત 10 મોટા શહેરોને નિશાન બનાવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 740 થી વધુ લોકો ઘાયલ થયા છે. એક શાળા પર મિસાઈલ પડવાથી 180 વિદ્યાર્થીનીઓના મોત થયા છે અને 45 ઘાયલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!