US-Israel-Iran War: કુવૈતમાં અમેરિકાનું ઘાતક F-15 ફાઇટર જેટ ક્રેશ, પાયલટનો બચાવ
Views: 122
0 0

Read Time:8 Minute, 39 Second

ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન કુવૈતમાં અમેરિકાનું એક ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું છે. જ્યારે, દુબઈમાં ફરીથી વિસ્ફોટોના સમાચાર સામે આવ્યા છે.

મધ્ય પૂર્વ હવે એક મોટા યુદ્ધની ઝપેટમાં છે. 28 ફેબ્રુઆરી, 2026, શનિવારની સવારે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલના સંયુક્ત દળોએ ઇરાન પર એક મોટો હુમલો (ઇઝરાયલ ઇરાન યુદ્ધ) શરૂ કર્યો, જેને અમેરિકાએ “ઓપરેશન એપિક ફ્યુરી” નામ આપ્યું અને ઇઝરાયલે “ઓપરેશન લાયન્સ રોર” નામ આપ્યું. આ હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેની, ઘણા ટોચના IRGC કમાન્ડરો અને સંરક્ષણ પ્રધાન સહિત, માર્યા ગયા.

એક યુએસ ફાઇટર જેટ કુવૈતી હવાઈ ક્ષેત્રમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમ દ્વારા ખોટી ઓળખ થઈ છે કે IFF ખામી છે તેની શંકા છે. જોકે, સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. એક પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો.

ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન કુવૈતમાં અમેરિકાનું એક ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું છે. જ્યારે, દુબઈમાં ફરીથી વિસ્ફોટોના સમાચાર સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, એર ડિફેન્સ સિસ્ટમે કેટલાક શંકાસ્પદ ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડ્યા. અહીં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આના લગભગ 16 કલાક પહેલા દુબઈના પોર્ટ અને બુર્જ ખલીફા પાસે હુમલો થયો હતો.

આ યુદ્ધમાં લેબનોનનું ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ સામેલ થઈ ગયું છે. તેણે ઇઝરાયલમાં ઘણી જગ્યાએ બોમ્બમારો કર્યો છે. બીજી તરફ ઇઝરાયલે સરહદને અડીને આવેલા લેબનોન, દહિયાહ અને રાજધાની બેરૂતના 50 ગામો ખાલી કરાવ્યા છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાન વિરુદ્ધ એર સ્ટ્રાઈકનો વીડિયો શેર કર્યો હતો. જેમાં ઈરાની એરબેઝ, મિસાઈલ લોન્ચ સાઈટ, ડ્રોન સાઇટ અને અન્ય સૈન્ય ઈમારતો પર હુમલો બતાવાયો છે

ઈરાને જવાબમાં ઇઝરાયલ સહિત મિડલ-ઈસ્ટના 4 દેશો પર ડ્રોન અને મિસાઈલ હુમલા શરૂ કર્યા છે.

આ પહેલા તેણે કતાર, કુવૈત, જોર્ડન, બહેરીન, સાઉદી અરેબિયા અને UAE માં હાજર અમેરિકી ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા હતા. UAE ના સૌથી વધુ વસ્તીવાળા શહેર દુબઈના પામ હોટેલ એન્ડ રિસોર્ટ અને બુર્જ ખલીફા નજીક ડ્રોન હુમલો કર્યો હતો.

દિલ્હી એરપોર્ટ પર ફસાયા દસ સ્પેનિશ મુસાફરો
સ્પેનના મેડ્રિડના દસ મુસાફરો દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ફસાયેલા છે. તેઓ આજે 2 માર્ચે સવારે 4 વાગ્યે ફ્લાઇટ EY 219 (એતિહાદ એરલાઇન્સ) દ્વારા દિલ્હીથી મેડ્રિડ જવાના હતા, પરંતુ હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધોને કારણે તેમની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ રદ આજે અને કાલે બંને માટે લાગુ છે.

કુવૈતમાં મિસાઇલ-ડ્રોનનો ખતરો; યુએસ દૂતાવાસે નાગરિકોને તેમના ઘરોમાં આશરો લેવાનું કહ્યું
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના કોન્સ્યુલર અફેર્સે એક ચેતવણી જારી કરીને જણાવ્યું છે કે કુવૈતમાં મિસાઇલ અને યુએવી (ડ્રોન) હુમલાનો ખતરો ચાલુ છે. યુએસ એમ્બેસીએ કુવૈત ક્ષેત્રમાં રહેતા અમેરિકન નાગરિકોને દૂતાવાસની મુલાકાત લેવાનું ટાળવા અને બારીઓથી દૂર તેમના નિવાસસ્થાનના સૌથી નીચલા માળે આશ્રય લેવા વિનંતી કરી છે. સલામતીના કારણોસર, બહાર ન નીકળવું.

સાઈપ્રસમાં બ્રિટનના બેઝ પર હુમલો
સાઈપ્રસે પુષ્ટી કરી છે કે અમારે ત્યાં એક બ્રિટિશ સૈન્ય ઠેકાણે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જોકે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી. આ ઘટના પ્રાદેશિક સુરક્ષા અને રાજકીય સ્થિરતાના સંદર્ભમાં ચિંતાનો વિષય બની ગયા છે.

ઇરાકના એરબિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વિસ્ફોટો
ઉત્તરી ઇરાકમાં એરબિલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નજીક ધડાકાનો અવાજ સંભળાયો. મહેર ન્યૂઝ અનુસાર, ઈરાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલા ચાલુ છે. જોકે, ઇરાકમાં થયેલા ધડાકાઓમાં જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે ઈરાન સતત અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે.

ઇઝરાયલ સહિત 4 દેશો પર ઇરાનનો હુમલો
ઈરાને જવાબમાં ઇઝરાયલ સહિત મિડલ-ઈસ્ટના 4 દેશો પર ડ્રોન અને મિસાઈલ હુમલા શરૂ કર્યા છે.

આ પહેલા તેણે કતાર, કુવૈત, જોર્ડન, બહેરીન, સાઉદી અરેબિયા અને UAE માં હાજર અમેરિકી ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા હતા. UAE ના સૌથી વધુ વસ્તીવાળા શહેર દુબઈના પામ હોટેલ એન્ડ રિસોર્ટ અને બુર્જ ખલીફા નજીક ડ્રોન હુમલો કર્યો હતો.

ઈરાને મધ્ય પૂર્વમાં હુમલાઓ તેજ કર્યા
ઈરાને મિડલ ઈસ્ટમાં હુમલા તેજ કરી દીધા છે. મિસાઈલ હુમલાની ચેતવણી બાદ યરુશલમ ઉપર વિસ્ફોટોના અવાજો સંભળાયા છે.

સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર, સંયુક્ત આરબ અમીરાતના દુબઈ, કતારના દોહા અને બહેરીનના મનામામાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા.

કુવૈતમાં અમેરિકી દૂતાવાસે ચેતવણી જારી કરી
કુવૈતમાં અમેરિકી દૂતાવાસે મિસાઈલ અને ડ્રોન હુમલાના ખતરા અંગે ચેતવણી જારી કરી છે. દૂતાવાસે કહ્યું છે કે દેશમાં હજુ પણ મિસાઈલ અને ડ્રોન હુમલાનો ખતરો યથાવત છે.

લેબનોન પર ઇઝરાયલી હુમલો ચાલુ, 31નાં મોત, 149 ઘાયલ
લેબનોન પર ઇઝરાયલના હુમલામાં કુલ 31 લોકોનાં મોત થયા છે. રાજધાની બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં 20 લોકો માર્યા ગયા અને 91 લોકો ઘાયલ થયા.

દક્ષિણ લેબનોનમાં 11 લોકોના મોત થયા છે અને 58 લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. આ હુમલા ત્યારે થયા જ્યારે હિઝબુલ્લાહે ઉત્તરી ઇઝરાયલ પર રોકેટ છોડવાની વાત કહી.

જેરુસલેમમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો
ન્યૂઝ એજન્સી એએફપીનાં જણાવ્યા પ્રમાણે, સોમવારે યરુશલેમમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેમણે “ઇરાનથી છોડવામાં આવેલી મિસાઇલોને શોધી કાઢી છે”, જેના કારણે હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા. આ હુમલાથી હજુ સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી. એવું માનવામાં આવે છે કે આ વિસ્ફોટ એટલા માટે થયો છે કારણ કે આવનારી મિસાઇલોને ઇઝરાયલના ડિફેન્સ સિસ્ટમે હવામાં જ રોકી દીધી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!