ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબુ વેઈટિંગ લિસ્ટ; ડોનર્સના અભાવે 2322 અમદાવાદી દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટની રાહે
Views: 207
1 0

Read Time:3 Minute, 54 Second

અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓની વેઇટિંગ લિસ્ટ ચિંતાજનક રીતે લાંબી થઈ રહી છે. તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે, જેમાંથી અમદાવાદમાં જ 2322 દર્દીઓ સમાવિષ્ટ છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં હાલમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં છે, જેમાંથી માત્ર અમદાવાદમાં જ 2322 દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે કિડનીની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે, જ્યારે યોગ્ય ડોનર સમયસર અવેલેબલ હોતા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં કિડની ફેલ્યોરના કેસોમાં વધારો થતાં ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ડૉક્ટર પ્રાંજલ મોદીનું કહેવું છે કે દર્દીઓ વધી રહ્યા છે, પરંતુ કિડની દાતાઓની સંખ્યા તે પ્રમાણે વધી રહી નથી.

હાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્ત કરનારા દર્દીઓમાં પુરુષ અને મહિલાઓનું પ્રમાણ લગભગ સમાન એટલે કે 50 ટકા પુરુષ અને 50 ટકા મહિલાઓ છે. ખાસ વાત એ છે કે, ગુજરાતની G-DOT ગાઇડલાઇન મુજબ મહિલાઓને ટ્રાન્સપ્લાન્ટ માટે 2 વધારાના પોઇન્ટ આપવામાં આવે છે. આ નિયમના કારણે છેલ્લા સમયમાં મહિલાઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને તેમને ટ્રાન્સપ્લાન્ટ મેળવવાની વધુ તક મળી રહી છે.

ગુજરાતમાં કિડની ફેલ્યોરના વધતા કેસોના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સૌથી મહત્વના માનવામાં આવે છે. લાંબા સમય સુધી શુગર અને બ્લડ પ્રેશર કાબૂમાં ન રહેતાં કિડની પર ગંભીર અસર પડે છે. ઉપરાંત વધુ મીઠુંવાળો આહાર, બહારનું ખાવાનું, કસરતનો અભાવ, દવાઓનો બેદરકાર ઉપયોગ અને સમયસર હેલ્થ ચેકઅપ ન કરાવવું પણ કિડનીને નુકસાન પહોંચાડે છે.

વર્લ્ડ કિડની ડે નિમિત્તે ડૉક્ટરો દ્વારા આ વધતી સમસ્યા અંગે ચેતવણી આપવામાં આવી છે અને લોકોને પોતાની જીવનશૈલી સુધારવા માટે લોકોને અપીલ કરી છે.

વર્લ્ડ કિડની ડે નિમિત્તે ડૉક્ટરો સામાન્ય લોકોને કિડની સ્વસ્થ રાખવા માટે કેટલીક મહત્વની સલાહ આપે છે. તેમાં નિયમિત રીતે બ્લડ પ્રેશર અને બ્લડ શુગર ચેક કરાવવી, પૂરતું પાણી પીવું અને આહારમાં મીઠું ઓછું લેવું મહત્વનું છે. આ સાથે જ ડૉક્ટરની સલાહ વગર ખાસ કરીને પેઇનકિલર જેવી દવાઓનો વધારે ઉપયોગ ન કરવો, નિયમિત કસરત કરવી, વજન કાબૂમાં રાખવું અને સમયસર હેલ્થ ચેકઅપ કરાવવું પણ એટલું જ જરૂરી છે. ડૉ. પ્રાંજલ મોદીનું કહેવું છે કે, સમયસર તપાસ અને યોગ્ય જીવનશૈલી અપનાવવાથી કિડની સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!