અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ SSIP 2.0 યોજના હેઠળ ₹22 લાખના અનુદાનથી ટેક્નોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી
Views: 180
0 0

Read Time:2 Minute, 20 Second

અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ SSIP 2.0 યોજના હેઠળ ₹22 લાખના અનુદાનથી ટેક્નોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી છે. અહીંના યુવા એન્જિનિયરોએ વિદેશી નિર્ભરતા ઘટાડવા સ્વદેશી ડ્રોન સિસ્ટમ અને માનસિક સ્વાસ્થ્ય માટે કિફાયતી AI એપ્લિકેશન વિકસાવી છે. સરકારી પ્રોત્સાહન હવે માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ પેટન્ટ અને સ્ટાર્ટઅપ દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરી રહ્યું છે. ચાલો જાણીએ આ સફળતાની ગાથા…

ગવર્નમેન્ટ પોલિટેકનિક, અમદાવાદ હવે ઇનોવેશનનું પાવરહાઉસ બની રહી છે. SSIP 2.0 હેઠળ પ્રાપ્ત થયેલી ગ્રાન્ટનો 73% હિસ્સો સીધો જ પ્રોટોટાઇપ ડેવલપમેન્ટમાં ફાળવવામાં આવ્યો છે. જેના પરિણામે વિદ્યાર્થીઓએ હાઇબ્રિડ VTOL ડ્રોન, AI અને રોબોટિક્સ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે.

https://www.instagram.com/reel/DVxoFmJk8IB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

‘વાયુનોટિક્સ’ સ્ટાર્ટઅપ દ્વારા હવે ડ્રોન ફ્લાઇટ કંટ્રોલર અને જીપીએસ સિસ્ટમ વિદેશથી આયાત કરવાને બદલે સંસ્થામાં જ તૈયાર કરવામાં આવે છે. બીજી તરફ, ‘ફોકસ ફ્લો’ એપ્લિકેશન મગજના તરંગો (Brain Waves) દ્વારા ADHD પીડિત વિદ્યાર્થીઓની એકાગ્રતા માપવાનું સસ્તું અને સચોટ માધ્યમ બની છે.

સંસ્થાનો ઇનોવેશન સેલ વિદ્યાર્થીઓના મૌલિક વિચારોને પેટન્ટ અને વ્યવસાયિક મોડેલમાં રૂપાંતરિત કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યો છે. ટેકનિકલ શિક્ષણને લેબથી બજાર સુધી પહોંચાડતી આ સફળતા ગુજરાતના ઉજ્જવળ અને ટેક-સેવી ભવિષ્યની સાક્ષી પૂરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!