અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં દિત્વાહ વાવાઝોડાની અસર જોવા મળશે અને કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને 18 થી 24 ડિસેમ્બર વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે અને ડિસેમ્બરના અંતમાં હાડ થીજાવતી ઠંડી પડશે અને જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 8 ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે અને 5 થી 10 ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદી છાંટા પડી શકે છે, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે, ઉત્તર ગુજરાતમાં પણ કોઈક કોઈક ભાગમાં છાંટા પડી શકે છે અને 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળી શકે છે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે, ડિસેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે, ૨૫ નવેમ્બર થી ૨૮ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડી માં આંશિક ઘટાડો થશે, ૨ થી ૮ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.