Ahmedabadમાં IPL મેચને લઈ મેટ્રો સેવા મધ્યરાત્રિ સુધી લંબાવાઈ
Views: 224
1 0

Read Time:1 Minute, 59 Second

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તા. ૪ એપ્રિલથી તા. ૧૨ મે દરમિયાન કુલ સાત IPIL ડે-નાઈટ ક્રિકેટ મેચ યોજાનાર છે. જેને ધ્યાને લઈને મેટ્રોની ટ્રેન સેવાને મધ્યરાત્રિના 12.30 કલાક સુધી લંબાવવામાં આવી છે. રાત્રિના ૧૦ વાગ્યા પછી મુસાફરો માત્ર મેટ્રો સ્ટેશન પરથી જ મેટ્રોમાં પ્રવેશ મેળવી શકશે. અહીંથી મુસાફરો અમદાવાદ મેટ્રોના તમામ કાર્યરત સ્ટેશનો સુધી જઈ શકશે.આ માટે ૫૦ રૂપિયાની સ્પેશિયલ પેપર ટિકિટ લેવી પડશે.

જેમાં મોટેરા સ્ટેડિયમથી એપીએમસી માટે રાત્રે ૧૦ થી ૧૨:૩૦ સુધી, જુની હાઈકોર્ટથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ માટે રાત્રે ૧૦ થી ૧૨:૫૦ સુધી, મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર માટે રાત્રે ૧૧:૪૦ અને ૧૨:૧૦ કલાકે ટ્રેન દોડાવાશે. તા.૧૨ મે સુધી યોજાનારી કુલ ૭ડે-નાઇટ મેચો રમાશે અને દર્શકોને તકલીફ ના પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મેચના દિવસે વિવિધ સ્ટેશનો પરથી પહેલેથી જ મુસાફરો પેપર વખતે મુસાફરોને ટિકિટ ખરીદવા લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે. ક્યુઆર ટિકિટ, સ્માર્ટ કાર્ડ, ટોકન વગેરે નિયમિત ટિકિટ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી જ માન્ય ગણાશે. અમદાવાદમાં તા. ૪, ૧૭, ૨૦, ૨૬, ૩૦ એપ્રિલ તેમજ તા. ૩ અને ૧૨ મેના રોજ ડે-નાઈટ IPL મેચો યોજાનાર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!