સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલ માણતાં 80 યુવક-યુવતીને ઝડપ્યાં
Views: 108
0 0

Read Time:3 Minute, 27 Second

અમદાવાદના સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઇ હતી જેને લઈ અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે, નિર્વાણા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને પોલીસ ત્રાટકી હતી.

સાણંદની દારૂ પાર્ટીમાં “અમીરોનો” નશો પોલીસે ઉતારી દીધો
વિકેન્ડ હોમમાં દારૂ વહ્યો ‘બેફામ’ પછી પડી પોલીસની એન્ટ્રી
25મી મેરેજ એનિવર્સરીની થીમ પાર્ટીમાં રેડ; 81ની અટકાયત
મુંબઈના શખસે સાણંદમાં સાઢુ માટે પાર્ટી રાખી,
વિકેન્ડ હોમમાં ડૉક્ટર-બિલ્ડર-વેપારીઓ માટે હુક્કા ને દારુ પીરસાયો
અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર
આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી માટે પાર્ટીનું આયોજન
નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલમાં પોલીસ બની ‘મહેમાન’

સાણંદના પ્રાઇવેટ વિકેન્ડ હોમમાં મુંબઈના એક શખસે પોતાના સાઢુની મેરેજ એનિવર્સરીને લઇને AVની 25મી મેરેજ એનિવર્સરીની થીમ પાર્ટી યોજી હતી. જેમાં 11 ટેબલ પર કેક, હુક્કા ને દારુ પીરસાયો હતો અને મહેમાન બન્યા હતા અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડૉક્ટર. પોલીસે રેડ કરતાં જ પાર્ટી એનિમલ્સમાં નાસભાગ મચી હતી, પરંતુ પોલીસે 38 યુવતી, 43 યુવકો એમ 81 લોકોની અટકાયત કરી કુલ 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.મુંબઈના અમિત ગોપીલાલ પચેરીવાલ (ઉ.વ.49 રહે.જયંત મહેલ, ડી-રોડ, મરીન ડ્રાઇવ, વાનખેડે સ્ટેડીયમની સામે, મુંબઇવાળા) એ પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી કરવા પાર્ટીનુ આયોજન કર્યું હતું. આ મહેફિલ એક દંપતિની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા.

આ હાઇપ્રોફાઇલ પાર્ટીમાં તમામ પ્રકારનું આયોજન કરાયું હતું. વેલ્કમ ડ્રિન્ક્સથી લઇને દારૂ, હુક્કા અને જમવા સહિતની વ્યવસ્થા કરાઈ હતી.વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 81 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ ગઈ હતી.પોલીસે ઝડપેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!