બિહારઃ નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ, 8નાં મોત:6 ઘાયલ
Views: 118
0 0

Read Time:2 Minute, 20 Second

ચૈત્ર મહિનાનો આજે છેલ્લો મંગળવાર છે, તેથી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. પ્રશાસને દુર્ઘટના બાદ મંદિર અને મેળાને બંધ કરાવી દીધા છે.

8 મૃતકોમાંથી 2 ની ઓળખ થઈ શકી છે. તેમાં નાલંદા નિવાસી રીટા દેવી (50) અને રેખા દેવી (45) નો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

દુર્ઘટના બાદ પટના કમિશનરને બિહારશરીફ મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને તપાસના નિર્દેશ આપ્યા છે. સરકારે મૃતકોના પરિવારને 6 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

મહિલા ભક્તોએ જણાવ્યું કે ચૈત્ર મહિનાનો આ છેલ્લો મંગળવાર છે. અહીં મેળો ભરાયો હતો. ભીડ વધુ થઈ ગઈ હતી. મંદિરનું ગર્ભગૃહ પણ નાનું છે. લોકો ઝડપથી દર્શન કરવા માટે એકબીજાથી આગળ નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈ લાઈનમાં ઊભા રહીને પૂજા કરવા માંગતું ન હતું.

અન્ય એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, ‘સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મંદિરની અંદર ભારે ભીડ હતી. પોલીસનો જવાન અંદર તહેનાત નહોતા. ભીડને વાળવા કે બે લાઈનમાં કરવાની કોઈ વ્યવસ્થા ન હતી. મંદિરના પૂજારી જ ઝડપથી દર્શન કરીને નીકળી જવા કહી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલાને ચક્કર આવી ગયા, જેના કારણે તે ત્યાં જ પડી ગઈ. કેટલાક લોકો તેને સંભાળવા લાગ્યા, અને ભીડને પાછળ હટાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન નાસભાગ મચી ગઈ.’

મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું. સરકારે મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!