રવીન્દ્ર જાડેજા હવે રાજસ્થાન તરફથી રમશે, રીવાબાએ ‘ખમ્મા ઘણી’ લખીને જાહેરાત કરી
Views: 83
1 0

Read Time:2 Minute, 49 Second

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા કેટલાક ટ્રેડ ડીલ્સની ઑફિશિયલ જાહેરાત કર્યું છે. ફ્રેન્ચાઇઝીસ માટે તેમના ખેલાડીઓને રીટેન કરવાની 5 વાગ્યાની ડેડલાઇન પહેલાં, એક પ્રેસ રિલીઝે IPL 2026ના ઓક્શન પહેલાં કયો ખેલાડી કઈ ફ્રેન્ચાઇઝીમાં ગયો છે તેનું લિસ્ટ બહાર પાડ્યું છે. અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેડ ડીલ્સમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના લેજન્ડ રવીન્દ્ર જાડેજા હવે રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમશે. તેને RRના જ કેપ્ટન સંજુ સેમસનના બદલે ટ્રેડ કર્યો છે. તો મોહમ્મદ શમીએ લખનઉએ ટ્રેડ કરીને ખરીદ્યો છે.

પ્રેસ રિલીઝ મુજબ, CSKમાંથી જાડેજાનો RRમાં ટ્રેડ કન્ફર્મ થઈ ગયો છે અને તેની લીગ ફી હવે 18 કરોડથી ઘટી 14 કરોડ થઈ છે. બીજી તરફ, સેમસનનો ટ્રેડ પાંચ વખતના ચેમ્પિયન CSKમાં તેની હાલની લીગ ફી 18 કરોડમાં કરવામાં આવ્યો છે. સેમ કરનનો ટ્રેડ CSKમાંથી RRમાં 2.4 કરોડમાં થયો છે.

સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો ટ્રેડ સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)માં થયો છે. સ્પિનર મયંક માર્કન્ડેનો ટ્રેડ KKRમાંથી MIમાં થયો છે, જ્યારે અર્જુન તેંડુલકર મુંબઈ ઇન્ડિયન્સમાંથી લખનઉમાં જશે.

વધુ એક સરપ્રાઇઝ ડીલ નીતિશ રાણાની છે. છેલ્લા કેટલાક વર્ષોથી રમતા IPLમાં રાજસ્થાને તેને 4.2 કરોડમાં દિલ્હીમાં ટ્રેડ કર્યો છે. જ્યારે રાજસ્થાને ડોનોવન ફરેરાનો ટ્રેડ DCમાંથી 1 કરોડની સુધારેલી લીગ ફી પર કર્યો છે. રવીન્દ્ર જાડેજા હવે એક સ્ટાર ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત થયા પછી રાજસ્થાન ટીમમાં પરત ફર્યો છે. જાડેજાએ કહ્યું કે રાજસ્થાન રોયલ્સ તેમના માટે પહેલું ઘર છે અને વાપસી તેમના માટે ખૂબ જ ઇમોશનલ મોમેન્ટ છે. 11 વર્ષ સુધી રાજસ્થાન રોયલ્સનો ચહેરો રહેલા સંજુ સેમસન હવે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો હિસ્સો હશે. જાડેજાની સાથે જ ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન પણ આ ટ્રેડનો હિસ્સો રહ્યો. .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!