Salangpur: હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફૂલોનો શણગાર કરાયો
Views: 99
0 0

Read Time:2 Minute, 35 Second

દાદાને ગુલાબના ફૂલો અને રંગબેરંગી કાપડનો શણગાર કરાયો
હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફૂલોનો શણગાર કરાયો
શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી
રંગોત્સવની પૂર્વ તૈયારીઓ અંતર્ગત અનેક ભક્તો સેવામાં જોડાયેલ છે

https://www.instagram.com/reel/DVX0UoiEy3_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.02-03-2026ને સોમવારના રોજ હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા ગુલાબના ફૂલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરાયો હતો.

સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા દાદાના સિંહાસને ગુલાબનાં ફુલોનો સાથે રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.દાદાને રંગો અને પીચકારીઓ ધરાવવામાં આવી હતી. તેમજ મંદિર તથા પરિસરમાં રંગબેરંગી ફૂલો અને કાપડનો ઉપયોગ કરી વિશેષ શુશોભન કરવામાં આવ્યું છે. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. રંગોત્સવની પૂર્વ તૈયારીઓ અંતર્ગત અનેક ભક્તો સેવામાં જોડાયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!