અમદાવાદમાં જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેક માં એક મોપેડ ચાલક પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગ્યા બાદ 50 થી 60 ફૂટ મોપેડ ખસેડાયું હતું. યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતના કારણે મોપેડનો આગળનો ભાગ પણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
https://twitter.com/PublicDe2507/status/2034896612426908040?s=20
આ યુવક બીઆરટીએસ ટ્રેકના રોડ ઉપર પડેલો હતો જેથી આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. માથાના ભાગે યુવકને ગંભીર ઇજા થઈ હતી જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસને જાણ થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
https://www.instagram.com/reel/DWGRo4YE6rj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==