મળતી માહિતી મુજબ, હાઈવે પર ટ્રક ઉભો હતો, જેની પાછળ પીકઅપ વાન અથડાઈ હતી. એટલું જ નહીં પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ આ ટ્રક સાથે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આમ ત્રણ વાહન એક પછી એક એકબીજા સાથે ભટકાતાં ચોટીલા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને સ્થાનિકો દોડી આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ત્રણેય વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
https://twitter.com/PublicDe2507/status/2034900542489804875?s=20
આ ભયાનક દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય ત્રણ મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે, વાહનોના કુરચા બોલી ગયા હતા અને તેના કારણે હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.
https://www.instagram.com/reel/DWGTi8hk4mL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આ કરુણ દુર્ઘટનામાં કુલ પાંચ મુસાફર ભોગ બન્યા હતા. જેમાં બે વ્યક્તિએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ચૈત્રી નવરાત્રી નિમિત્તે અમદાવાદના સૈજપુર વિસ્તારનો ઠાકોર પરિવાર ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે, ચોટીલાથી સાત કિલોમીટર દૂર આ દુર્ઘટના ઘટી હતી.