રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં આર.આર. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છાત્રાઓના એન.એસ.એસ. કેમ્પમાં ગ્રામજનોમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ગ્રહો, ગ્રહણો, પિતૃ-સુરાપુરા કદીપણ માનવજાતને નડતા નથી તેની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. નિવારણ વિધિઓના કર્મકાંડ-ક્રિયાકાંડો નર્યું તુત છે તે સંબંધી વાત કરવામાં આવી હતી. જાથાનો ૧૦૦૭૧ મો કાર્યક્રમને જબરી સફળતા મળી હતી. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને બંદોબસ્ત ફાળવ્યો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ગામના સરપંચ રમેશભાઈ વિરડીયા, પ્રોગ્રામ ઓફિસર ડૉ. પી. એમ. સખીયા, પ્રિન્સીપાલ એમ. એલ. બાલધા, સતીષભાઈ વસોયા, સાગરભાઈ વિરડીયા, પી.એસ.આઈ. સોલંકીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ગામના આગેવાન રમેશભાઈ વિરડીયાએ અંધશ્રદ્ધા સામે જાગૃત કરવાનો વિજ્ઞાન જાથાના આયોજનથી ખુશી વ્યકત કરી હતી. જાથાના જયંત પંડયાની ગામમાં હાજરીથી ગ્રામજનો ખુશખુશાલ નજરે પડયા હતા. જાથાએ અનેક પડકારોનો સામનો કરી સમાજ માટે કામ કરે છે તેને સૌ કોઈએ બિરદાવું જોઈએ.
પ્રોગ્રામ ઓફિસર ડૉ. પી. એમ. સખીયાએ ગામમાં અનેકવિધ કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી. જાથાના કાર્યક્રની ગ્રામજનોએ માંગણી કરી હતી. અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. છાત્રાઓની મહેનત રંગ લાવે છે.
કોલેજના પ્રિન્સીપાલ એમ. એલ. બાલધાએ વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણથી દેશની પ્રગિ થાય છે. આજે પણ પશુબલી, ડાકણ-ચુડેલ, ડામ આપવાની પ્રથાના બનાવોથી દુઃખ આઘાત થાય છે. અંધશ્રદ્ધા નાબુદી માટે લોકજાગૃતિ કાર્યક્રમો ઉપયોગી નિવડે છે. જાથાને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ છાત્રાઓ, ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે જે જે દેશોએ વિજ્ઞાન ટેકનોલોજી તેના કાર્યક્રમોને અગ્રતા આપી છે તેઓએ હરણફાળ પ્રગતિ કરી છે. માનવીએ પ્રત્યેક પળે તર્કને પ્રાધાન્ય આપવું જોઈએ. વિજ્ઞાન દ્રષ્ટિકોણ સર્વગ્રાહી લાભદાથી છે. માનવીના ઉત્થાનમાં વિજ્ઞાનનો પાયો જ કામ આવે છે. વિજ્ઞાન વિના માનવી પાંગળો બની જાય છે. પ્રત્યેક ક્ષણે વિજ્ઞાનનો ઉપયોગ કરવો પડે છે. ધર્મ-આધ્યાત્મિક, ઈતિહાસ, શ્રધ્ધા-સંસ્કૃતિના ગાવણા વાગોળવાથી દેશની પ્રગતિ થવાની નથી. પુરૂષાર્થ, વાસ્તવવાદ, રાષ્ટ્રવાદ, માનવ ધર્મને અનુસરવું જોઈએ. વિજ્ઞાનને કોઈપણ દેશના સીમાડા નડતા નથી. વૈજ્ઞાનિકો સતત માનવ કલ્યાણ માટે સંશોધનો કરે છે. પોતાના દેશનું બંધારણ સર્વોપરી હોવું જોઈએ. કાયદાને હંમેશા માન આપવું જોઈએ. જ્ઞાતિ-જાતિ-કોમવાદ રાષ્ટ્ર માટે ખતરાની આલબેલ છે. માણસની ઓળખ હોવી જોઈએ. અંધશ્રદ્ધાથી માનવીને બરબાદી મળી છે હવે જાગવાની જરૂર છે. ભારતની પ્રગતિ માટે પ્રત્યેક નાગરિકે કામ કરવું પડશે. રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટે આંતરિક ઝઘડાઓ, વિભાજન નીતિથી લોકોએ સાવધાન રહેવું પડશે. વિશ્વમાં ધર્મથી કોઈપણ દેશની પ્રગતિ થઈ હોય તેવો દાખલો નથી.
વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે ગ્રહો-ગ્રહણો, પિતૃ-સુરાપુરા, આસુરી શક્તિઓ, દિવ્ય શકિત, ભૂત, પ્રેત, ડાકણ, મામો, ખવીશ માનવીને નડતા નથી જરા પણ નુકશાનકર્તા નથી. તેનો ભય-ડાર કાઢી નાખવા અપીલ કરી હતી. નિવારણની તમામ વિધિ-વિધાન નર્યું તૂત છે તેવું જાહેર કર્યું હતું. નિવારણના હોમ-હવન, મંત્ર-જાપ, ક્રિયાકાંડો સમયની બરબાદી સિવાય કશું જ નથી. માનવીને હતાશા તરફ દોરી જાય છે તેમાંથી અંધશ્રદ્ધાના નરકમાં ધકેલાય છે. ખોટું અનુકરણ કરવાથી માનસિક ઈજા-બિમારીમાં ધકેલાય છે. લેભાગુઓ પોતાના લાભ માટે ખોટા ઉપદેશો ગતકડા, ફાયદા-ગેરફાયદા દર્શાવી શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડી કરે છે તેનાથી સાવધાન રહેવા દાખલા આપ્યા હતા. ધાર્મિક નેતાઓ, ચમત્કારિકો, તાંત્રિકોથી માનવીને લાભકરતાં નુકશાન વધુ થયું છે. ૨૧ મી સદીમાં જાગવાની જરૂર છે. નવાંગતુક વિચારોને અમલમાં મુકવા જોઈએ. પ્રત્યેક ધર્મ, સંપ્રદાય પોતાના લાભની વાત મુકી શ્રદ્ધાળુઓનું શોષણ કરે છે.
કલ્યાણકારી વાત સ્વીકારવી જોઈએ. જાથા દેશ આખામાં લોકોને જોડવા માટે સતત પ્રયત્ન કરે છે. અંધશ્રદ્ધા નાબુદીનું બિડુ હાથમાં લીધું છે તેમ છતાં સફળતા મળી નથી. મીશનથી કામ કરવામાં આવે છે. ભાવિ પેઢીમાં પરિણામ જોવા મળશે તેવી આશા રાખવામાં આવે છે.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે કોરોના સમયગાળામાં કહેવાતી દિવ્ય, ચમત્કારિક શક્તિઓ ગાયબ થઈ ગઈ હતી તેમાંથી લોકોએ શીખ લેવાની જરૂર છે. કુદરતી એકાએક હોનારત, અકસ્માતો, બોમ્બ વિસ્ફોટ બનાવ વખતે આગાહીકારો, ભવિષ્યવેતાઓ, શક્તિઓના દાવાઓ પોકળ સાબિત થાય છે. સમાજદ્રોહીઓને ઓળખવાનો સમય આવી ગયો છે. દેશનમાં સનાતનના નામે સાચી હકિકત બોલનારને ધમકાવવા કે દબાવવામાં આવે છે જેની જાથા નિંદા કરે છે. પશુ-પક્ષીની બલી, ડામ આપવાની ક્રુર પ્રથા જોવા મળે છે તેનાથી સૌ કોઈ દુ:ખી છે. ગેરમાન્યતા, ગેરપરંપરાને તિલાંજલિ આપવી જોઈએ. વિજ્ઞાનથી માનવ જાત સુખી સંપન્ન થયો છે. ધાર્મિકઉપદેશ આપનારા પ્રત્યેક-ક્ષણ મિનિટે વિજ્ઞાનનો ઉપયોગ કરી લોકોને ઉઠા ભણાવી ગેરમાર્ગે દોરે છે તેને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે. લોકોએ સ્વયં જાગૃત થવું પડશે. ભારતમાં લાખો-કરોડો કથાઓ, કિર્તન, ઉપદેશો, યજ્ઞોમાં આહુતિ, આપવાથી નાગરિક પ્રમાણિક કે પુરૂષાર્થવાદી થયો નથી તે નજરે જોઈએ છીએ. અનુભવે અનુકરણ કરવું જોઈએ. જાથાનું અંગત મંતવ્ય છે માનવું કે ન માનવું તે લોકોએ નક્કી કરવું જોઈએ.
સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ દેગામીએ મુંજાવરની વેશભૂષામાં પ્રયોગ નિદર્શન કરી ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ચમત્કારો પાછળના રહસ્યોની પોલખોલ કરી હતી. નાટક સ્વરૂપે આબેહુબ રજૂઆત કરી હતી. માનવતાના સિદ્ધાંતોની વાત કરી હતી. જાથાના સદસ્યા ભાનુબેન ગોહિલે માથા ઉપર સળગતી સગડી રાખી સ્મશાનમાં કરવામાં આવતી વિધિઓ બોગસ બેબુનિયાદ છે તે પ્રયોગ રજૂ કર્યો હતો. ડર-ભય બતાવી ક્રિયાકાંડો કરાવવામાં આવે છે.
કોલેજની છાત્રાઓએ દિશાસૂચક નાટક, શૌર્યના પ્રયોગ રજૂ કર્યા હતા. છાત્રાઓની હિંમત કાબીલેદાદ હતી.
પ્રયોગમાં એકના ડબલ, અગ્નિનું આપોઆપ સળગવું, કંકુ પગલા થવા, શ્રીફળમાં ચોંટી જવું, કર્ણપિશાચ વિદ્યા, કાનેથી ચિઠ્ઠી વાચવી, ભુવાની સાંકળ મારવાની ડીંડકલીલા, હાથ-માથા ઉપર દીવા, બોલતું તાવિજ, મોંમા અંગારા ખાવા, હઝરતમાં જોવું, બેડી તુટવી, હાથમાં કંકુ-લોહી નીકળવું વિગેરે પ્રયોગ નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા હતા.
કોલેજની છાત્રાઓ, ગામના આગેવાનો યુવાનોની જહેમત રંગ લાવી હતી. જાથાના રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, સાહિલ રાજદેવ, રવિ પરબતાણી, સિધ્ધાર્થ દેગામી સુરત, ભાનુબેન ગોહિલ પ્રયોગમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ વિરડીયા, ડૉ. પી. એમ. સખીયાએ કર્યું હતું.
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સોલંકી, પોલીસ કર્મીઓ હાજર રહી બંદોબસ્ત જાળવ્યો હતો. ઉત્તમ કામગીરી કરી હતી.
