કેન્દ્ર સરકારે 2026-27નું 53.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનાએ 5.5 ટકા વધારે છે
Views: 190
0 0

Read Time:4 Minute, 7 Second

સરકારે ગયા વર્ષે 15.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2030 સુધીમાં દેવુ ઘટાડીને જીડીપીના 50 ટકા સુધી લવાશે. સરકારને 2026-27માં 44 લાખ કરોડથી પણ વધુ રકમની આવકની આશા છે. તેમા 15.26 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ રાજ્યોને આપવામાં આવશે. આમ સરકારની કુલ કર આવક 28.66 લાખ કરોડ રૂપિયા થશે. આ સિવાય સરકારને 6.66 લાખ કરોડ રૂપિયાની નોન-ટેક્સ આવક પણ મળશે. આ હિસાબે સરકારની કુલ આવક 35.33 લાખ કરોડ રૂપિયા થશે. 2025-26માં બજેટ 50 લાખ કરોડ રૂપિયા હતું. સરકારે આટલું મોટું બજેટ તો રજૂ કર્યું, પરંતુ તેની સામે તેના હાથમાં ચોખ્ખી આવક તો 35 લાખ કરોડ રૂપિયા જ છે. આ રકમ તે ક્યાંથી લાવશે તે સવાલ થાય છે. સરકાર આના માટે લોન લેશે.

આમ રાજ્યોનો હિસ્સો વહેંચ્યા પછી કેન્દ્ર સરકારની પાસે 2026-24 માટે 35.33 લાખ કરોડ રૂપિયા બચશે. તેમા કેન્દ્ર સરકાર 14.66 લાખ કરોડ રૂપિયા તો ઇન્કમ ટેક્સના મળશે. આ ઉપરાંત 10.19 લાખ કરોડ રૂપિયા જીએસટીના મળવાની આશા છે. બાકીની આવક કોર્પોરેશન ટેક્સ, કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાંથી સરકારને થશે. અહીં સવાલ એ થાય કે 35.33 લાખ કરોડ રૂપિયાની આવક સામે સરકાર 53.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કેવી રીતે કરશે. તેનો જવાબ છે સરકાર આ માટે બજારમાંથી રૂપિયા ઉઠાવશે, એટલે કે ઉધાર લેશે. વિશ્વના દરેક દેશની સરકાર ઋણ લે છે.

બજેટ મુજબ કેન્દ્ર સરકારની એક રૂપિયાની કમાણીમાં 24 પૈસા તો ઉધારના જ હશે. બજેટ દસ્તાવેજ મુજબ જોઈએ તો 2026-27માં કેન્દ્ર સરકાર લગભગ 17 લાખ કરોડનું ઋણ લેશે. સરકાર અહીં સરકારી સંસ્થાઓ પાસેથી લોન લેશે અને 15 હજાર કરોડ રૂયિયાનું ધિરાણ વિદેશમાંથી પણ લેવાશે. સરકારે ગયા વર્ષે 15.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. બજેટ ભાષણમાં નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર દેવુ ઘટાડવા પ્રયત્નશીલ છે. 2030 સુધી દેવુ જીડીપીના 50 ટકા કરવાનો અંદાજ છે. હાલમાં દેવુ જીડીપીના 59.1 ટકા છે. 2026-27માં તેને ઘટાડીને 55.6 ટકા કરવામાં આવશે.

ન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે (પહેલી ફેબ્રુઆરી) રજૂ કરેલા બજેટમાં આર્થિક ગુનાઓ અને આવકવેરા કાયદામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓએ નાની-મોટી ભૂલો કે આવકવેરાના નિયમોના ભંગ બદલ જેલના સળિયા ગણવા નહીં પડે. સરકારે અનેક આર્થિક ગુનાઓ માટેની જેલની સજાની જોગવાઈ રદ કરી તેની જગ્યાએ માત્ર નાણાકીય દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે.

જેલના બદલે હવે માત્ર પેનલ્ટી

આવકવેરા કાયદામાં ખોટા ચોપડાં તૈયાર કરવા, ટીડીએસ અને ટીસીએસ કાપ્યા પછી સરકારમાં જમા ન કરાવવા, ખોટા સ્ટેટમેન્ટ આપવા, જાણીબૂઝીને ટેક્સની ચોરી કરવી, આવકવેરાનું રિટર્ન સમયસર ન ભરવું, ખોટું રિટર્ન બનાવવામાં મદદગારી કરવી તથા વેરાની રિકવરીથી બચવા માટે મિલકતને ટ્રાન્સફર કરવી, છુપાવવી કે પછી બીજે લઈ જવા જેવા ગુનાઓ કરવા માટે સજા કરવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!