હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી; વકીલ અને પક્ષકારોને બહાર મોકલી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Views: 181
1 0

Read Time:2 Minute, 5 Second

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ, અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને દાહોદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ન્યાયિક સંસ્થાઓને નિશાન બનાવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે. આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ, અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને દાહોદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

દાહોદમાં મળેલી ધમકી અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોર્ટના એડમિન વિભાગના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર કોઈ અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો મેઈલ મોકલ્યો હતો. આ મેઈલ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અને અમરેલી કોર્ટમાં પણ સમાન પ્રકારની ધમકી મળતા ત્યાં પણ કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

ધમકી મળતાની સાથે જ પોલીસની અલગ-અલગ ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફાયર બ્રિગેડની ગાડીઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરેક કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે પોલીસનું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!