વિજેતા અને ઉપ-વિજેતા પર ઇનામોનો વરસાદ
T20 વર્લ્ડ કપ 2026: પ્રાઈઝ મનીની વિગતો
ભારત (વિજેતા): અંદાજે ₹27.50 કરોડ
ન્યુઝીલેન્ડ (ઉપ-વિજેતા): અંદાજે ₹14.67 કરોડ
સેમિ ફાઈનલમાં હારનાર ટીમો: અંદાજે ₹7.24 કરોડ
5 થી 12માં સ્થાનવાળી ટીમો: અંદાજે ₹3.48 કરોડ
13 થી 20માં સ્થાનવાળી ટીમો: અંદાજે ₹2.29 કરોડ
ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર કરોડોની ધનવર્ષા થઈ
ICC ભારતને 27.5 કરોડની ઇનામી રકમ આપશે
ટૉપ સ્કોરર અને વિકેટ-ટેકર્સમાં ઈન્ડિયન્સનો દબદબો
‘ટીમ ઈન્ડિયા હિસ્ટ્રી રિપીટ પણ કરશે અને ટીમ ઈન્ડિયા હિસ્ટ્રી ડિફીટ પણ કરશે
T20 વર્લ્ડ કપ શરૂ થતા પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની એક જાહેરાત આવી. તેમાં રોહિત કહેતા જોવા મળ્યા- ‘ટીમ ઈન્ડિયા હિસ્ટ્રી રિપીટ પણ કરશે અને ટીમ ઈન્ડિયા હિસ્ટ્રી ડિફીટ પણ કરશે.’
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડ કપના ખિતાબ પર કબજો જમાવ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા પર કરોડો રૂપિયાના ઇનામોનો વરસાદ થયો છે.
ભારતીય ટીમે ફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને જોરદાર જીત મેળવી છે. રવિવારે રમાયેલી આ મેચમાં ભારતે આપેલા 256 રનના વિશાળ ટાર્ગેટ સામે કીવી ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ જીતમાં સંજુ સેમસનની 89 રનની આક્રમક ઇનિંગ અને જસપ્રીત બુમરાહની 4 વિકેટ મહત્વની સાબિત થઈ હતી. ભારત સતત બીજીવાર (2024 અને 2026) ચેમ્પિયન બન્યું છે.
T20 વર્લ્ડ કપ 2026 જીતનારી ભારતીય ટીમને ICC તરફથી 3 મિલિયન ડોલર (અંદાજે ₹27.50 કરોડ) ની ઈનામી રકમ મળી છે. બીજી તરફ, ફાઈનલમાં હારનાર ન્યુઝીલેન્ડની ટીમને રનર-અપ તરીકે 1.6 મિલિયન ડોલર (અંદાજે ₹14.67 કરોડ) આપવામાં આવ્યા છે. કીવી ટીમનું પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહ્યું છે.
સેમિ ફાઈનલમાં હારનારી ટીમો (ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા) ને પણ ખાલી હાથે ઘરે જવું પડ્યું નથી, તેમને 0.79 મિલિયન ડોલર (અંદાજે ₹7.24 કરોડ) મળ્યા છે. આ સિવાય 5 થી 12માં ક્રમે રહેલી ટીમોને ₹3.48 કરોડ અને 13 થી 20માં ક્રમની ટીમોને ₹2.29 કરોડની પ્રાઈઝ મની મળી છે.