મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ અને વધારાની જવાબદારી આપવામાં આવી
Views: 149
0 0

Read Time:3 Minute, 32 Second

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સિનિયર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની બદલીઓ અને વધારાની જવાબદારી તેમજ વિભાગોની ફાળવણી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ અને વધારાની જવાબદારી આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોનના એચઓડી તરીકે દિપક ત્રિવેદી નિવૃત્ત થતા તેમની જવાબદારી મનીષ ત્રિવેદીને આપવામાં આવી છે. સાથે દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડ પણ સોંપવામાં આવ્યો છે.

એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બદલીના રાઉન્ડમાં છ મહિના કાઢી ફરી અગાઉ જે વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યાં જ બદલી કરાવી લીધી છે.

તો સીએનસીડી વિભાગમાં પણ હવે એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપી દેવામાં આવી છે. AMC અધિકારીઓ કર્મચારીઓમાં ચર્ચા છે કે ભૂતકાળમાં ફરજ બજાવતા હતા, એવા ઝોન અને વોર્ડમાં ફરી જવા પાછળનું કારણ તેમના ભૂતકાળના વિવાદોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી અને રાજકીય લાગવગ લગાવી અને ફરી પોસ્ટિંગ મેળવી લીધું છે.

અમદાવાદ શહેરના સૌથી મોટા વોર્ડ ગણાતા લાંભા વોર્ડ ઉપરાંત દાણીલીમડા અને બહેરામપુરાની જવાબદારી સંભાળતા કિરણ વનાલિયાની બદલી કરી તેમને પશ્ચિમ ઝોનમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ અને AMC મેટની જવાબદારી આપવામાં આવી છે. ભૂતકાળમાં પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હિતેશ ગજ્જરને ફરીથી પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડ સોંપવામાં આવ્યો છે.

પૂર્વ ઝોનમાં આજ વોર્ડ સંભાળતા દિવ્યેશ પટેલને હિતેશ ગજ્જર સંભાળતા દરીયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર વોર્ડ સોંપવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પંકજ ભુતને બાલવાટિકાની જ્યારે દેવેન ભટ્ટને નરોડાથી બદલી કરી લાંભા વોર્ડ સોંપવામાં આવ્યો છે. કેલ્વિન કાપડીયાને નરોડા વોર્ડની વધારાની જવાબદારી આપવામાં આવી છે.

શહેરમાં નો કેટલ ઝોનમાં અને રોડ ઉપર રખડતા ઢોર ન જોવા મળે તેના માટે સીએનસીડી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને શહેરમાં અમલીકરણની કામગીરી માટે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને વહેંચી દેવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સૌરભ પટેલને પશ્ચિમ વિસ્તારમાં અને સીએનસીડી વિભાગના એચઓડી નરેશ રાજપૂતને પૂર્વ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં રખડતા ઢોર પોલિસી નો કડક અમલ કરાવવા માટે હવે સીધી રીતે બંને અધિકારીઓની જવાબદારી રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!