અમદાવાદના લાંભા વોર્ડમાં સૈજપુર-ગોપાલપુર ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બે ગાયોના પડી જવાથી મૃત્યુ થયા છે
Views: 130
0 0

Read Time:2 Minute, 30 Second

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ બેદરકારી સામે આવી છે. ખોદેલા ખાડામાં કોઈપણ પ્રકારનું બેરી કેડિંગ કરવામાં આવ્યું નહોતું જેના કારણે થઈ અને બે ગાયો પડી ગઈ અને મૃત્યુ પામી છે. રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં તંત્રની બેદરકારીના કારણે નાગરિકો મોતને ભેટે છે અથવા તો ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે હવે નાગરિકોની સાથે પશુઓ પણ મૃત્યુ પામી રહ્યા છે.

https://www.instagram.com/reel/DUSNGR5ExwF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બેથી ત્રણ વાછરડીઓ અને બે ગાયો એમ કુલ પાંચ પશુ અંદર પડ્યા હતા, જેમાંથી ત્રણને બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં, જે અધમુઇ જેવી બની ગઈ .છે જ્યારે બે ગાયોના ખાડામાં જ મૃત્યુ થઈ ગયા છે. વહેલી સવારે આ બનાવ બન્યો છે. કોર્પોરેશન દ્વારા ગામમાં જ ગટરની ચેમ્બર બનાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. પાસના વિસ્તારમાં લોકો રહે છે. ગોપાલક સમાજનું ગામ છે, ત્યારે પશુઓ પણ ત્યાં વધારે પ્રમાણમાં હોય છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ અને ગટરની ચેમ્બર બનાવતા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે પશુઓ ખાડામાં પડ્યા અને બે પશુના મૃત્યુ થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, બે ગાયો ખાડામાં પડી હતી. ગોયો ઝઘડી હતી, જેના કારણે ખાડામાં પડી ગઈ હતી અને મરી ગઈ હોવાની જાણ થઈ છે. હાલમાં આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. ખાડાની આસપાસ બેરીકેડિંગ કર્યું હતું. નોંધનીય છે કે, ખાડાની આજુબાજુ ક્યાંય બેરિકેડિંગ દેખાતું નથી, આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ પણ બેરિકેડિંગ કર્યું હોવાનો બચાવ કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!