બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા ‘આસ્થા તમારી વ્યવસ્થા અમારી’ના સૂત્ર સાથે પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સુરક્ષામાં હાજર જવાનો વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને વ્હીલચેર દ્વારા દર્શન કરાવવામાં મદદ કરી રહ્યા છે.
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો શરૂ થઈ ચૂક્યો છે. આ મેળામાં સાત દિવસ દરમિયાન 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શન કરવા આવે છે. તંત્ર દ્વારા ‘આસ્થા તમારી વ્યવસ્થા અમારી’ના સૂત્ર સાથે પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5000 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે. આ જવાનો વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને વ્હીલચેર દ્વારા દર્શન કરાવવામાં મદદ કરી રહ્યા છે.
દર્શનાર્થીઓની સુવિધા માટે બસ સ્ટેન્ડથી મંદિર સુધી રેલિંગ મૂકવામાં આવ્યા છે. લાઈનમાં ઊભેલા યાત્રાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. દંડવત પ્રણામ કરનારા, દિવ્યાંગો, વ્હીલચેર યાત્રિકો, વરિષ્ઠ નાગરિકો અને ગરબા લઈને આવતા યાત્રિકોને સીધા મંદિર સુધી લઈ જવાની વિશેષ વ્યવસ્થા છે.
દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલચેર અને ઈ-રિક્ષાની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ રીતે પોલીસ જવાનો સુરક્ષા સાથે યાત્રિકોની સેવા કરીને ‘નોટ ફોર્સ બટ ફેસિલિટેશન’ના સૂત્રને સાકાર કરી રહ્યા છે.
બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી રાત્રીમા ચાલતા જતા પદયાત્રીઓની સેફ્ટી માટે રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. હડાદ થી અંબાજી રાત્રિમાં ચાલતા પદયાત્રીઓની સેફ્ટી માટે હડાદ પોલીસ દ્વારા રેડિયમ પટ્ટી લગાવવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા હડાદ થી અંબાજી જતા પદયાત્રીઓને ‘SAY NO TO DRUG’ અંતર્ગત યુવા વર્ગને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામા આવ્યો.
