Read Time:49 Second
ઇન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના (Indonesia Earthquake)જોરદાર આંચકા અનુભવાયા છે. મંગળવારે અહીં આવેલા ભૂકંપને કારણે લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી.ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) એ એક નિવેદનમાં આ માહિતી આપી છે.ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી 39 કિમીની ઊંડાઈએ હતું. આ પહેલા 7 ઓગસ્ટે ઇન્ડોનેશિયામાં પણ ભૂકંપ આવ્યો હતો,જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી અને આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 106 કિમીની ઊંડાઈએ હતું.
