Gandhinagar: જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU
Views: 104
1 0

Read Time:5 Minute, 20 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગ વચ્ચે જલ જીવન મિશન 2.0 અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ એમઓયુ (MoU) સંપન્ન થયાં છે.

આ વેળાએ કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટીલ અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારો સહિત દરેક ખૂણે પૂરતું સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા કરાયેલા આ એમઓયુ રાજ્યના પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રની દરેક યોજનાઓનું અગ્રતાના ધોરણે સફળ અમલીકરણ કરે છે. જલ જીવન મિશન 2.0 અંતર્ગત થયેલા આ એમ.ઓ.યુ. રાજ્યના ગ્રામ્ય વિકાસમાં એક માઈલસ્ટોન સાબિત થશે. દરેક ઘરમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવાનો સંકલ્પ હવે વધુ દ્રઢતા સાથે આગળ વધશે.

જલ જીવન મિશનની શરૂઆત 15 ઓગસ્ટ 2019ના રોજ “હર ઘર જલ”ના સંકલ્પ સાથે કરવામાં આવી હતી, જેમાં દરેક ગ્રામ્ય ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. ગુજરાતે આ લક્ષ્યાંક ઓક્ટોબર 2022 સુધીમાં સફળતાપૂર્વક હાંસલ કર્યો છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.

હવે જલ જીવન મિશન 2.0 અંતર્ગત 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું વધુ મજબૂતીકરણ, નિયમિતતા અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આ એમઓયુ દ્વારા યોજનાઓના અસરકારક અમલીકરણ, મોનીટરીંગ અને પારદર્શિતામાં વધારો થશે.

આ એમ.ઓ.યુ. મુજબ રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સતત અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ “Har Ghar Jal” પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો વધુ વેગવાન બનશે.

એમ.ઓ.યુ. અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગામ પંચાયતોને સોંપવી, ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) સુનિશ્ચિત કરવું, ગામ સ્તરે વિલેજ વોટર એન્ડ સનિટેશન કમિટિ(VWSC) દ્વારા પાણી વ્યવસ્થાનું સંચાલન, પાણી સ્ત્રોતોની લાંબા ગાળાની સુરક્ષા અને સસ્ટેનેબિલિટી પર ભાર મૂકવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ડિજિટલ મોનીટરીંગ માટે ‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ’ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી પારદર્શિતા વધારવામાં આવશે. પાણીની ગુણવત્તા ચકાસણી, નાણાંકીય શિસ્ત, ‘નલ જલ મિત્ર’ જેવી પહેલો થકી માનવ સંસાધન વિકાસ અને પાણી સંરક્ષણ માટે જલ ઉત્સવ જેવા જનજાગૃતિ અભિયાનો પણ આ મિશનનો અભિન્ન ભાગ રહેશે.

આ એમ.ઓ.યુ. હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર માર્ગદર્શન, ફંડિંગ અને મોનીટરીંગ કરશે, જ્યારે રાજ્ય સરકાર અમલીકરણ, નીતિ સુધારા અને ટેકનિકલ સપોર્ટની જવાબદારી નિભાવશે.

આ અવસરે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકીંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ શ્રી અશોક મીના વીડિયો કોન્ફરન્સના જોડાયા હતા, જ્યારે રાજ્ય સરકાર વતી પાણી પુરવઠાના અગ્ર સચિવ શ્રીમતી શાહમીના હુસેન, પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર સર્વશ્રી શ્રી નીરવ સોલંકી, કુ. ધરા વ્યાસ તેમજ શ્રી ભાવિક રાઠોડ પ્રત્યક્ષ જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!