અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જારી કરવામાં આવેલા એક નવા અધિકારપત્ર મુજબ, H-1B વિઝા માટેની દરેક અરજી સાથે હવે એક લાખ અમેરિકન ડૉલર (આશરે 88 લાખ રૂપિયા)ની વાર્ષિક ફી ચૂકવવી ફરજિયાત રહેશે.
વૈશ્વિક પ્રતિભા માટે દરવાજા બંધ કરીને અમેરિકા જે ટેલેન્ટેડ કર્મચારીઓ ગુમાવશે એ આગામી સમયમાં ભારતના બેંગ્લોર, હૈદરાબાદ, પુણે અને ગુરુગ્રામ જેવા શહેરોમાં કાર્યરત થશે, જેને લીધે દેશને આઇટી અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ખૂબ લાભ થશે. ભારતના શ્રેષ્ઠ ડૉકટરો, ઇજનેરો અને વિજ્ઞાનીઓ અમેરિકાને બદલે ભારતની પ્રગતીમાં યોગદાન આપશે, જેને લીધે અમેરિકાનું નુકસાન લાંબે ગાળે ભારતનો ફાયદો બની જશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જારી કરવામાં આવેલા એક નવા અધિકારપત્ર મુજબ, H-1B વિઝા માટેની દરેક અરજી સાથે હવે એક લાખ અમેરિકન ડૉલર (આશરે 88 લાખ રૂપિયા)ની વાર્ષિક ફી ચૂકવવી ફરજિયાત રહેશે.ટ્રમ્પના H-1B વિઝા પ્રક્રિયામાં મોટો ફેરફાર જોવા મળશે. હજારો કુશળ વિદેશી કામદારો, ખાસ કરીને અમેરિકામાં સૌથી મોટી સંખ્યામાં આ વિઝા ધારણ કરનારા ભારતીય વ્યવસાયિકો પર તેની ગંભીર અસર થવાની સંભાવના છે
અમેરિકન નાગરિકોની નોકરીઓને સુરક્ષિત કરવા માટે લેવાયો છે. તેમનું માનવું છે કે ટૅક્નોલૉજી ક્ષેત્ર સહિત અનેક ઉદ્યોગોમાં અમેરિકન નાગરિકોને બદલે વિદેશી વ્યવસાયિકોને નોકરી આપવામાં આવે છે, જેને લીધે અમેરિકનોએ બેરોજગારીનો સામનો કરવો પડે છે. ઊંચી ફી રાખવાથી અનાવશ્યક અરજીઓ ઘટશે અને કંપનીઓ ફક્ત ખરેખર ખૂબ લાયક હોય એવા વિદેશી કર્મચારીઓને જ નોકરી આપશે.
હાલના H-1B ધારકો નોકરી બદલવાની તકો સીમિત થઈ જશે અને વિઝા નવીકરણની પ્રક્રિયા અત્યંત ખર્ચાળ બનશે. નોકરી પ્રદાતા કારકીર્દી શરુ કરી રહેલા નવા કર્મચારીઓને સ્પોન્સર કરવામાં અચકાશે. પરિણામે, ટેલેન્ટેડ કર્મચારીઓનો લાભ ભારતને અથવા તો પછી કેનેડા, બ્રિટન, UAE જેવા અન્ય દેશોને મળશે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું અમેરિકાની અર્થવ્યવસ્થા માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે ઘણા ઉદ્યોગો ભારત અને ચીન જેના દેશોની વૈશ્વિક પ્રતિભા પર નિર્ભર છે. તેથી ટ્રમ્પની અન્ય નીતિઓની જેમ આ નીતિનો પણ અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે.
અમેરિકા દર વર્ષે લોટરી પદ્ધતિ દ્વારા 85,000 H-1B વિઝા જારી કરે છે. નવા નિયમને લીધે ઘણા નવા અરજદારો અને હાલમાં જે વિઝા ધારકો છે એના માટે પણ આટલી ભારે રકમ ચૂકવવી અશક્ય બની શકે છે. જો નોકરી પ્રદાતા આ ખર્ચ વહન કરવા તૈયાર ન હોય, તો કર્મચારીઓને નોકરી ગુમાવીને પોતાના મૂળ દેશમાં પાછા ફરવું પડી શકે છે.એમના માટે પણ હવે અવરોધ સર્જાશે.
ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, ખાસ કરીને IT આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા H-1B પ્રણાલીનો વ્યાપક દુરુપયોગ થાય છે. તેના લીધે અમેરિકનોની નોકરીઓ જોખમાય છે અને રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમમાં મૂકાય છે. નવા નિયમને લીધે અમેરિકન પ્રતિભાને વધુ તકો મળશે અને ઓછી કુશળતા ધરાવતા વિદેશી કામદારોને પાછા તેમના દેશમાં મોકલવામાં મદદ મળશે.