અમદાવાદમાં આવકવેરા વિભાગે શહેરના જાણીતા બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર મોટા પાયે દરોડા પાડ્યા
Views: 258
2 0

Read Time:2 Minute, 29 Second

અમદાવાદમાં આવકવેરા વિભાગે શહેરના જાણીતા બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર મોટા પાયે દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન 60 બેંક લોકરમાંથી અત્યાર સુધીમાં 50 લોકર ખોલવામાં આવ્યા છે, જેમાંથી 17 કરોડ રૂપિયાની રોકડ અને લગભગ 35 કરોડ રૂપિયાના સોના-દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં દીપ અને કામેશ્વર બિલ્ડર પર ITના દરોડા
50 બેંક લોકરમાંથી 17 કરોડની રોકડ અને 35 કરોડના દાગીના મળ્યા
બેનામી દસ્તાવેજોની તપાસ શરુ
10 લોકરની તપાસ પૂર્ણ થતાં વધુ મોટી રોકડ અને મૂલ્યવાન વસ્તુઓ મળી શકે
50 લોકર ખોલાતા 17 કરોડ રૂપિયાની રોકડ મળી
આગામી દિવસોમાં ધરપકડની કાર્યવાહી પણ થઈ શકે

ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, બાકીના 10 લોકરની તપાસ પૂર્ણ થતાં વધુ મોટી રોકડ અને મૂલ્યવાન વસ્તુઓ મળી શકે છે. તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજોમાં બેનામી મિલકતો, હવાલા લેવડદેવડ અને અન્ય નાણાકીય અનિયમિતતાઓના પુરાવા મળી આવ્યા છે. આઈટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર બિલ્ડરો દ્વારા બેનામી નામે મોટા પાયે જમીન-મિલકતો ખરીદવામાં આવી હતી અને રોકડના વ્યવહારો છુપાવવા માટે હવાલા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં મળેલા દસ્તાવેજોનું વિગતવાર વિશ્લેષણ ચાલુ છે, જેના આધારે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે.

આ દરોડા અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે ખળભળાટ મચાવી રહ્યા છે. આઈટી વિભાગે આ કાર્યવાહીને “બેનામી સંપત્તિ અને કાળા નાણાંના વ્યવહારો પર કડક કાર્યવાહી” તરીકે વર્ણવી છે. બિલ્ડરોના પરિવારના સભ્યો અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ ધરપકડ અને કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!