રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું
Views: 277
0 0

Read Time:4 Minute, 2 Second

હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ બાદ ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે.

IMD અને હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસથી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાઈ શકે છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં પારો 41.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજને કારણે બફારો અનુભવાઈ શકે છે.

અમદાવાદમાં પણ આજે કાળઝાળ ગરમીની આગાહી છે, જે સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલી વધારે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત અને કચ્છમાં હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.

આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે અન્ય હવામાન નિષ્ણાત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર પણ આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી શકે છે. જ્યારે સિઝનમાં મહત્તમ તાપમાન 45થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દી-સગાંને ગરમીમાં તકલીફ ન પડે તે માટે 1200 બેડ હોસ્પિટલને સેન્ટ્રલી એસી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલમાં વધી રહેલી ગરમીનો ધ્યાનમાં રાખીને 1200 બેડ હોસ્પિટલ અને જૂની સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં 80 કૂલર મૂકવામાં આવશે. સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ કહ્યું કે, અમે 1200 બેડ હોસ્પિટલને સેન્ટ્રલી એસી. બનાવવાનો અમારો પ્લાન છે, આ પ્લાન માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઇ છે. જેથી પ્રોજેકટ પર ટુંક સમયમાં કામ શરૂ કરાશે. ટ્રોમા સેન્ટર સહિત ઓ અને ડી-3 અને ડી-5 જેવાં બ્લોકમાં એસીની સુવિધા છે. જેથી એક પછી એક વોર્ડ સહિત સમગ્ર 1200 બેડ હોસ્પિટલમાં એસીની સુવિધા ઊભી કરાશે.

સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં રોજ 10 હજારથી વધુ દર્દી-સગાં અવર-જવર કરે છે. ગરમીમાં તેમને સ્થળ પર પાણીની સુવિધા મળે તે માટે ઇ-રિક્ષા દ્વારા સવારે 9થી 6 દરમિયાન પાણીની પરબ શરૂ કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!